રાજેન્દ્ર ઠક્કર/ભુજ: સર્વ શિક્ષા અભિયાન યોજનામાં 54 લાખની ગેરરિતીનો મામલો, ભુજ A- ડીવીઝન પોલીસે 2 લોકોની ધરપકડ કરી કરી છે. કચ્છ જિલ્લા પંચાયતની સર્વ શિક્ષા અભિયાન કચેરીને ફાળવામાં આવેલા નાણા સંસ્થામાં જમા ન કરીને પોતાના જ ખામાં જમા કરાવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કચ્છ જિલ્લા પંચાયતની સર્વ શિક્ષા અભિયાન કચેરીને ફાળવામાં આવેલા નાણા સંસ્થામાં જમા ન કરીને પોતાના જ ખાતામાં જમાં કરાવીને 54,57,450 જેટલી માતબર રકમની ઉચાપત કરવાના કેસનો કેસ થયો હતો. પકડાયેલા પૂર્વ એકાઉન્ટ અધિકારી તથા જેન્ડર કોઓર્ડિનેટર મહિલાની ધરપકડ કર્યા બાદ આ સરકારી નાણાની ઉચાપત કરવાના કેસના મુખ્ય આરોપી અને સર્વ શિક્ષા અભિયાન જેતે વખતના હિશાબી અધિકારી કલ્પેશકુમાર પરસોત્તમદાસ પટેલની ધરપકડ કર્યા બાદ તેઓના દશ દિવસના રિમાન્ડની માંગણી માટે કોર્ટમાં રજુ કર્યા હતા.


LRD પેપરલીક કૌભાંડ: મુખ્ય આરોપી વિરેન્દ્ર માથુર આવ્યો પોલીસ સકંજામાં



આ કેસમાં અન્ય આરોપીઓ કે જેઓના ખાતામાં સરકારી નાણા જમા કરાવાયા છે. તેઓ તેમજ અન્ય કેટલી સરકારી રકમની ગોલમાલ કરી છે, તે સહિતની વિગતો જાણવા જીણવટભરી પૂછતાછ હાથ ધરાઇ છે. આ કેસમાં એકાઉટન્ટ અને એક મહિલા સહિત 2 લોકોની પોલીસે ધરપકડ કરી છે.