રાજેન્દ્ર ઠક્કર/કચ્છ: વૈષ્ણવ જન તો તેને કહીએ જે... પીડ પરાઈ જાણે રે... બાપુના આ શબ્દોને ભુજના હજીભાઈ ખરા અર્થમાં સાર્થક કરતા દેખાઈ રહ્યા છે. હાજીભાઇ દરરોજ સવારે એક કલાક સુધી રસ્તા પરના ખાડા પૂરવાનું સદ્દકાર્ય કરે છે. શહેરના માર્ગો પર ચાલતા વાહન ચાલકોને હાલાકી ના પડે તે આશયથી તેઓ આ કાર્ય કરી રહ્યા છે. તેમની આ લોક સેવામાં અન્ય રિક્ષા ચાલક મિત્રો પણ સાથ સહકાર આપતા નજરે ચડી જાય છે. તો હાજીભાઈ પોતાની રિક્ષામાં પ્રાથમિક સારવારની કીટ અને પીવાના પાણીની પણ સુવિધા રાખે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફરી ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે! સપ્ટેમ્બરમાં સારા વરસાદ સાથે અંબાલાલની નવી આગાહી


મહાનગર બનવા તરફ ડગ માંડી રહેલા કચ્છના મુખ્ય મથક ભુજ શહેરમાં આ સીઝનમાં પડેલા વરસાદ બાદ મોટા ભાગના માર્ગો પર નાના મોટા ખાડા પડી ગયા છે. જોકે મુખ્ય માર્ગો પરના મોટા ખાડાઓ વહીવટી તંત્ર દ્વારા હાલ પૂરવામાં આવ્યા છે. પરંતુ શહેરના અનેક જાહેર માર્ગો પર અસંખ્ય ખાડાઓ જોવા મળી રહ્યા છે. ત્યારે આ ખાડાઓ દૂર કરવા માટે શહેરના સેવાભાવી રિક્ષા ચાલક હાજી મહંમદ આગળ આવ્યા છે. માત્ર માનવ સેવાના આશયથી તેઓ મિત્રોના સહકાર સાથે ખાડાઓ પર ડામર પાથરવાનું યશભાગી કામ કરી રહ્યા છે.


ગુજરાત: મોરલ પોલીસિંગનું નવું મોડ્યુલ, કપલોને ટાર્ગેટ કરી યુવતી સાથે કરાતી બદસલૂકી


ભુજના લાલ ટેકરી નજીક મળી ગયેલા હાજીભાઈ સાથે Zee મીડિયા જ્યારે વાત કરી ત્યારે પ્રથમ તો તેમણે ખાડાઓ પૂરવાના કામને જાહેર કરવા મનાઈ કરી હતી. પરંતુ અત્યારના સમયે લોકોને પળની ફુરસદ નથી તે સમયે માત્ર સેવા ભાવના સાથે કરવામાં આવતા કાર્યની નોંધ લેવી ઘટે. એમ સમજાવ્યા બાદ તેમણે પોતાની વાત જણાવી હતી.


કાયદાના રક્ષકો કે વ્યાજખોરો! અ'વાદ બાદ સુરતમાં પોલીસે વેપારીને લૂંટ્યો: 50 લાખ પડાયા


શહેરના માર્ગો પર ખાડા પૂરવાના પ્રયાસ વિશે હાજીભાઈએ સહજ ભાવે કહ્યું કે એકાદ માસ પૂર્વે આરટીઓ કચેરી પાસેના માર્ગે એક ખાડાના કારણે સ્કૂટર ચાલક મહિલા પડીને ઇજા પામ્યા હતા. તે જ સ્થળથી થોડે દૂર સેંટઝેવિયર્સ સ્કૂલ તરફના માર્ગે ઘણા સમયથી પડતર હાલતમાં ડામર પડેલો છે, તેમાંથી થોડો ડામર રિક્ષામાં ભરી અકસ્માત વાળી જગ્યાએ રહેલો ખાડામાં ડામર પાથરી પુરાણ કર્યું અને ત્યારથી ખાડાઓ પૂરવાની શરૂઆત થઈ.


સાળંગપુર મંદિર વિવાદ: રાજકોટના વકીલ આકરા પાણીએ, BAPS સહિત આ મંદિરોને ફટકારી નોટિસ


આગળ વાત કરતા કહ્યું કે આ કાર્યમાં અન્ય રિક્ષા ચાલક મિત્રો પણ સાથ સહકાર આપતા થયા અને હાલ અમે છ જેટલા મિત્રો દરરોજ સવારે 8થી 9 વાગ્યા દરમિયાન પડતર ડામર રિક્ષામાં લાવી શહેરના વિવિધ માર્ગો પર પહોંચી ખાડાઓની ભરપાઈ કરીએ છીએ. આ કાર્યમાં તેમને શબ્બીર સરકી, સુલતાન સરકી, મોહંમદ રફીક લોહાર, લંઘા અવેશ અને લંધા હાજી અબ્દુલ મદદરૂપ બને છે.


અમદાવાદીઓને વધુ એક ભેટ: પૂર્વ અને પશ્ચિમના લોકો માટે હવે ગાંધીનગર જવું સરળ બનશે


રિક્ષાચાલક હાજી ભાઈ પોતાની રિક્ષામાં છેલ્લા વીસેક વર્ષથી તાકીદના સમયે કોઈને અકસ્માતે કે અન્ય કોઈ કારણે ઇજા પહોંચી હોય ત્યારે પ્રાથમિક સારવાર આપવા માટે ફર્સ્ટ એડ કીટ પણ રિક્ષામાં સાથે રાખે છે.