ભુજ: શહેરમાં એક સગીરા પર સામુહીક દુષ્કર્મના સામે આવેલા કિસ્સામાં પોલિસે એક સગીર સહિત 4 લોકોની ધરપકડ કરી છે. તેના કહેવાતા પ્રેમી તથા અન્ય 4 લોકો સામે દુષ્કર્મ અને પોક્સો હેઠળ ફરીયાદ નોંધાયા બાદ પોલિસે આ મામલે 3 શખ્સોની ધરપકડ બાદ રીમાન્ડ મેળવી આગળની તપાસ શરૂ કરી છે. ભુજમાં એક સગીરા પર સામુહીક દુષ્કર્મના સામે આવેલા કિસ્સામાં પોલિસે 3 યુવાનોની ધરપકડ કરી છે. સગીરાની ફરીયાદના આધારે પોલિસે આ મામલે તેના પ્રેમી સુરેશ કમલેશ બાવાજી(ઠક્કર) સામે બળાત્કાર જ્યારે એક સગીર તથા સુલતાન ઓસમાણ સુંરગી, સુલતાન હનિફ બાફણ, સામે સામુહીક દુષ્કર્મની ફરીયાદ નોંધાયા બાદ સગીરાનુ વિડીયોગ્રાફી સાથે નિવેદન લીધા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યના ખેડૂતો માટે સરકારે કરી 3700 કરોડના સહાય પેકેજની જાહેરાત


આ મામલે કાયદાના સંધર્ષમાં આવેલા બાળ આરોપી તથા ઉપરોક્ત 3 શખ્સોની ધરપકડ કરી 5 દિવસના રીમાન્ડ મેળવ્યા છે. જ્યારે તેના પ્રેમીની મદદ માટે શંકાના દાયરામાં આવેલી એક મહિલાની સંડોવણી અંગે વધુ તપાસ હાથ ધરી છે. સગીર અને સુલતાને યુવતીનુ બાઇક પર અપહરણ કર્યા બાદ તેને લઇ જઇ તેની સાથે 4 શખ્સોએ દુષ્કર્મ આચર્યુ હતુ.હાલ પોલીસ દ્વારા આ અંગે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.


સુરત ક્રાઇમ બ્રાન્ચે કર્યો બાઇક ચોરી રેકેટનો પર્દાફાશ, OLX પરથી કરતા હતા આરસીબુકની ચોરી

સગીરા પર દુષ્કર્મની ધટનામાં પોલિસે પોકસો,અપહરણ, તથા એટ્રોસીટી એક્ટની કલ્મો તળે ફરીયાદ નોંધી 3 શખ્સોની ધરપકડ કરી છે. જ્યારે અન્ય એક સગીર આરોપીને પોલિસે જુવેનાઇલ એક્ટ મુજબ કોર્ટ કાર્યવાહી કરી સુધાર ગૃહમાં મોકલ્યો છે. તેના પ્રેમીની આ સામુહીક દુષ્કર્મના કિસ્સામાં સંડોવણી સાથે અગાઉ થયેલા દુષ્કર્મ અને મહિલાની ભુમીકા અંગે તપાસ શરૂ કરી છે.