રાજ્યના ખેડૂતો માટે સરકારે કરી 3700 કરોડના સહાય પેકેજની જાહેરાત

રાજ્યના 20 જિલ્લાઓના 123 તાલુકાના અંદાજીત 51 લાખ હેક્ટરથી વધારે રાતર વિસ્તાર પૈકી સહાયના ધોરણો મુજબ અંદાજીત 37 લાખ હેક્ટર વિસ્તાર સહાયને પાત્ર થશે. આ માટે રૂપિયા 3700 કરોડનું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.

રાજ્યના ખેડૂતો માટે સરકારે કરી 3700 કરોડના સહાય પેકેજની જાહેરાત

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના પાંચ દિવસીય ઐતિહાસિક ચોમાસુ સત્રનો પ્રારંભ થયો છે. વિધાનસભામાં સંપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સ જોવા મળ્યું. ગૃહ ઉપરાંત પ્રક્ષેક ગેલેરીમાં ધારાસભ્યોએ સ્થાન લીધું તેમજ તમામ ધારાસભ્યોએ મોઢા પર માસ્ક પહેર્યા છે. બપોર બાદ શરૂ થયેલી બીજી બેઠકમાં રૂપાણી સરકાર દ્વારા ખેડૂતો માટે 3700 કરોડનું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.

વિધાનસભા ગૃહમાં રાજ્યના ખેડૂતોને 33 ટકા અને તેથી વધારે પાક નુકસાન થયું હોય તો સહાય આપવાની બાબત રાજ્ય સરકારની વિચારણા હેઠલ હતી. ચાલુ વર્ષ પણ ખરીફ ઋતુમાં રાજ્યના 20 જિલ્લાઓના 123 તાલુકાના અંદાજીત 51 લાખ હેક્ટરથી વધારે રાતર વિસ્તાર પૈકી સહાયના ધોરણો મુજબ અંદાજીત 37 લાખ હેક્ટર વિસ્તાર સહાયને પાત્ર થશે. આ માટે રૂપિયા 3700 કરોડનું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.

જેમાં 33 ટકા અને તેથી વધુ પાક નુકસાનીના કિસ્સામાં વધુમાં વધુ 2 હેક્ટર માટે રૂપિયા 10 હજાર પ્રતિ હેક્ટર સહાય ચુકવવામાં આવશે. વધુમાં ખેડૂત ખાતેદારા ગમે તેટલી ઓછી જમીન ધરાવતા હોય તો પણ તેઓને ઓછામાં ઓછા રૂપિયા 5 હજાર ચુકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સહાય પેકેજથી રાજ્યના અંદાજીત 27 લાખ જેટલા ખેડૂત ખાતેદારોને ખાતા દીઠ સહાયનો લાભ મળશે.

રાજ્યના અન્ય તાલુકાઓમાં પાક નુકસાની આંકલન આવશે તો રાજા સરકાર તે અંગે પણ વિચારણા કરશે. આ સહાય માટે ઓનલાઇન અરજી કરવા માટે પોર્ટલ તારીખ 1 ઓક્ટોબર 2020થી ખુલ્લુ મુકવામાં આવશે. જેમાં ઓનલાઈન અરજી કરવા માટેનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. ખેડૂતોએ નજીકના ઇ-ગ્રામ કેન્દ્ર ખાતેથી અરજી કરવાની રહેશે. આ યોજનાનો ખર્ચ SDRF હેઠળ તેમજ વધારાાનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news