રાજેન્દ્ર ઠક્કર, ભુજ: પશ્ચિમ કચ્છને જોડતો ભુજ - ભચાઉ રાજ્ય ધોરીમાર્ગ 42 ઉપરનો મુખ્ય ભુજોડી ઓવર બ્રિજ આખરે 10 વર્ષ બાદ થોડાક મહિનાઓ અગાઉ જ પૂર્ણેશ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પરંતુ થોડાક મહિનાઓની અંદર જ ભુજોડી ઓવરબ્રીજ પર તિરાડો સાથે સળિયા દેખાવા લાગ્યા છે. ઓવરબ્રિજ ઉપર સળિયા દેખાતા લોકો બ્રીજના નીચેથી જવાનો રસ્તો પકડ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

75 કરોડના ખર્ચે બનેલા બ્રિજમાં 3 માસમાં જ પડી તિરાડો
ભુજોડી ઓવર બ્રિજ 75 કરોડના ખર્ચે અને એક દાયકાના સમય બાદ નિર્માણ પામેલ હતો પરંતુ કચ્છનો અતિમહત્વનો ગણાતો આ ભૂજોડી ઓવરબ્રિજ ઉપર હાલમાં મોટી મોટી તિરાડો જોવા મળી રહી છે. ભૂજોડી ઓવરબ્રિજના ઉદ્ઘાટનને હજુ છ માસ પણ નથી થયા અને ઓવરબ્રિજ પર તિરાડો અને સળિયા દેખાવા લાગ્યા છે તેવા વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.વિડિયો જોઈને લોકોએ બ્રિજની ગુણવતાને લઈને અનેક સવાલો ઉઠાવી રહ્યા છે. પુલ પર દેખાઈ રહી છે મોટી મોટી તિરાડો અને સળિયાઓ ક્યાંક અકસ્માત સર્જી ને મોટી જાનહાની પણ થઈ શકે છે.

Monsoon Update: અમદાવાદમાં ધોધમાર વરસાદ, ઘૂંટણસમા પાણી ભરાયા, વાહનચાલકો સલવાયા


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube