અમદાવાદ :પંચમહાલના મોરવા-હડફના ધારાસભ્ય પદ જાતિ આધારક સર્ટિફિકેટને કારણે સસ્પેન્ડ કરાયું છે. હાલમાં જ વિધાનસભા અધ્યક્ષ દ્વારા આ કાર્યવાહી કરીને મોરવા-હડફની સીટ ખાલી પડ્યાની જાહેરાત કરાઈ છે. ત્યારે બીજી તરફ, ભાજપમાં તો ઘરના ભૂપેન્દ્ર સામે પણ લટકતી તલવાર છે. ધોળકા વિધાનસભા બેઠક પર માંડ 327 મતોથી જીતેલા ચુડાસમાનો કેસ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે.


રૂપાણી મંત્રીમંડળમાં મોટા બદલાવના સંકેત : આ મંત્રીઓ પર ફરી શકે છે કાતર


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે સમગ્ર મામલો
ભૂપેન્દ્રસિંહ ચુડાસામા રૂપાણી સરકારની કેબિનેટમાં શિક્ષણ મંત્રી છે. ગત વિધાનસભા ચૂંટણીમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા આંગળીના વેઢે ગણી શકાય તેટલા મતોથી જીત્યા હતા. ધોળકા વિધાનસભા બેઠક પર માંડ 327 મતોથી કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડ સામે જીત્યા હતા. ત્યારે કોંગ્રેસે તેમની આ જીતને હાઈકોર્ટમાં પડકારી હતી.



તો બીજી તરફ, ચૂંટણી પંચે પણ કબૂલ્યુ હતું કે, ધોળકા બેઠકની મતગણતરીમાં ગફલત થઈ છે અને તેણે ગુજરાત સરકારને ધોળકાના રિટર્નિંગ ઓફિસર ધવલ જાની અને ઓર્બ્ઝવર આઈએએસ વિનીતા બોહરા સામે સખત પગલા લેવા પણ જણાવ્યું હતું. ત્યારે હવે આ સમગ્ર મામલો અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. ત્યારે હવે આ કેસની સુનવણી 8 મેના રોજ થવાની છે. ત્યારે વધુ ચિત્ર સ્પષ્ટ થશે. 



...તો રૂપાણી સરકારમાં પણ ચૂડાસમા પર લટકતી તલવાર 
તો બીજી તરફ, ચૂંટણીના પરિણામ આવ્યા બાદ રૂપાણી સરકારના મંત્રીમંડળમાં મોટા બદલાવના સંકેત છે. જેમાં અનેક મંત્રીઓની બાદબાકી થઈ શકે છે. જેમા ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાનું નામ પણ મોખરે છે. સરકારના આ સિનિયર મંત્રી સામે હાઇકોર્ટમાં ચાલી રહેલા કેસના કારણે લેવાઇ તેમના પર કાતર ફેરવવાનો નિર્ણય લેવાઈ શકે છે. રાજ્ય સરકારમાંથી કેટલાક મંત્રીઓને પડતા મૂકાશે, તો કેટલાક નવા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવશે. તો સાથે જ પ્રદેશ સંગઠનમાં જડમૂળથી ફેરફારો જોવા મળશે. ભાજપ સરકારમાં મંત્રીમંડળ વિસ્તરણમાં કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને સ્થાન મળ્યા બાદ ભાજપના મજબૂત ચહેરાઓને પણ મંત્રીમંડળમાં જગ્યા મળે તે માટે માંગણી ઉઠી હતી. જેને લઇને ચૂંટણી પરિણામો બાદ નિર્ણય લેવાશે.