બ્રિજેશ દોશી/ગાંધીનગર: ગુજરાતમાં દાદાએ આજે દાદાગીરી દેખાડી છે. 12 વર્ષ બાદ ગુજરાતમાં જંત્રીના ભાવ ડબલ થઈ ગયા છે. સરકારે આ મામલે આજે ઠરાવ પસાર કરી દીધો છે. આવતીકાલથી જંત્રીના નવા ભાવ અમલમાં આવી જશે. જેને પગલે ગુજરાતના ખેડૂતોને તો સૌથી મોટો ફાયદો થશે. બીજી તરફ જમીન અને મકાનોના ભાવમાં મસમોટો વધારો થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં ભાજપની વિજય રૃપાણીની સરકારે પણ 2019માં જંત્રીના દરોમાં સુધારો કરવાનો નિર્ણય કર્યો હતો પરંતુ રાજકીય દબાણને કારણે તેઓ નિર્ણય લઇ શક્યા ન હતા. એ સમયે મહેસૂલ અને શહેરી વિકાસ વિભાગ સહિત સબંધિત વિભાગોના અધિકારીઓએ 2011ની જંત્રીના દરોમાં 20 થી 40 ટકા સુધીનો વધારો સૂચવ્યો હતો. જો કે આ દરો માટે બનાવવામાં આવેલા ડ્રાફ્ટને લાગુ કરી શકાયો ન હતો. આજે ભૂપેન્દ્ર પટેલ સરકારે નવો જીઆર બહાર પાડ્યો છે. જેનો અમલ આવતીકાલથી જ થશે.


ગુજરાતમાં જમીન અને મકાનોના વધી જશે ભાવ, રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય


રાજયમાં ગુજરાત સ્ટેમ્પ (મિલકતની બજારર્કીંમત નકકી કરવાના) નિયમો ૧૯૮૪ના નિયમ ૧(૪) મુજબ તા.૦૧/૦૪/૨૦૨૨ની સ્થિતિએ બહાર પાડવાના મિલકતના વાર્ષિક પત્રક (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ) ના ભાવો બહાર પાડી શકાયેલ ન હોવાથી જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ -૨૦૧૧ ના ભાવોમાં વધારો કરવો યોગ્ય જણાય છે.


સરકાર દ્રારા પુખ્ત વિચારમાને અંતે રાજ્યમાં 18 એપ્રિલ 2011થી નક્કી કરેલા દરો તા. 05-02-2023થી બે ગણી કરવાનું ઠરાવવામાં આવ્યું છે. દાત. 18-04-2011થી નક્કી કરેલી જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ )-૨૦૧૧માં મિલકતના દર પ્રતિ ચો.મી.ના રૂપિયા ૧૦૦/- નક્કી થયેલ હોય ત્યાં બે ગણા એટલે કે રૂપિયા ૨૦૦/- દર ગણવાનો રહેશે.


(૧) સરકાર દ્વારા પુખ્ત વિચારણાને અંતે રાજયમાં તા.૧૮/૦૪/૨૦૧૧થી નકકી કરેલ દરો તા ૦૫/૦૨ા૨૦૨૩ થી બે ગણા કરવાનું આથી ઠરાવવામાં આવ્યું છે.


(૨) રાજયમાં તા.૧૮/૦૪/૨૦૧૧ થી અમલી જંત્રી-૨૦૧૧ ના અમલીકરણ માટેના માર્ગદર્શનો (ગાઈડ લાઈન્સ બહાર પાડવામાં આવેલી છે. જે આથી રદ કરી તેના બદલે આ સાથે સામેલ નવેસરથી બહાર પાડેલ માર્ગદર્શનો (ગાઈડ લાઈન્સ) અમલમાં મુકવામાં આવે છે. તા.૩૧/૦૩/૨૦૧૧ના ઠરાવમાં જણાવેલ અન્ય જોગવાઇઓ યથાવત રહેશે.


(૩) તા.૦૫/૦૨/૨૦૨૩ કે તે પછી સહી થયેલ નોંધણી અર્થે રજૂ થતાં લેખોમાં સ્થાવર મિલકતની બજારકિંમત નક્કી કરતાં તા.૧૮/૦૪/૨૦૧૧ થી અમલી જંત્રી ( એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ -૨૦૧૧ માં નક્કી થયેલ દરના બે ગણા કરી સ્થાવર મિલકતની બજારકિંમત નક્કી કરવાની રહેશે.


(૪) નોંધણી અર્થે રજૂ થતાં લેખોમાં જયાં જરૂર જણાય ત્યાં સ્થાવર મિલકતની બજારકિંમત નકકી કરવા અંગેની કાર્યપધ્ધતિ અંગે વિગતવાર સૂચનાઓ સુપ્રિ.ઓફ સ્ટેમ્પ્સ અને નોંધણી સર નિરીક્ષક ગુજરાત રાજ્ય, ગાંધીનગરે બહાર પાડવાની રહેશે.


(પ) આ ઠરાવની અમલવારી સંદર્ભે જો કોઇ અર્થઘટનના પ્રશ્નો ઉપસ્થિત થાય તો તે બાબતે આખરી સત્તા સુપ્રિ.ઓફ સ્ટેમ્પ્સ અને નોંધણી સર નિરીક્ષક ગુજરાત રાજ્યને રહેશે.