Gujarat Election Result બ્રિજેશ દોશી/ગાંધીનગર : 8 ડિસેમ્બર 2022નો દિવસ ગુજરાતના રાજકારણના ઈતિહાસમાં અંકિત થઈ ગયો છે. આ એ દિવસ છે, જ્યારે ગુજરાત વિધાનસભામાં ક્યારેય ન જોવાયા હોય તેવા સમીકરણો રચાયા છે. ભાજપે 150થી વધુ બેઠકો મેળવીને સૌથી વધુ બેઠકો જીતવાનો રેકોર્ડ તો સર્જયો જ છે, સાથે જ ભાજપ હવે એક રાજ્યમાં સૌથી વધુ સમય સુધી શાસન કરનારો પક્ષ બન્યો છે. ત્યારે ઘાટલોડિયાથી ઐતિહાસિક લીડથી જીતનાર ભુપેન્દ્ર પટેલે રાજ્યપાલને મળીને રાજીનામુ સોંપ્યું છે. આ પ્રસંગે સી.આર.પાટીલ, હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રી અને તેમની કેબિનેટ રાજીનામું સોંપ્યુ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના મંત્રી મંડળ સહિત રાજ્યાપાલને રાજીનામું સોંપ્યું છે. ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે નવી સરકાર બનાવવા દાવો રજૂ કરશે. કાર્યવાહક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં સરકાર બનાવશે. મુખ્યમંત્રી અને તેમની કેબિનેટ રાજીનામું સોંપ્યુ છે. નવી સરકારના શપથવિધિ માટે આ રાજીનામુ સોંપવુ જરૂરી હોય છે. ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ જાન્યુઆરી મહિના સુધી હોવાથી રાજીનામુ આપવું પડે છે. મુદત બાકી હોવાથી વિધાનસભાનું વિસર્જન કરવુ જરૂરી છે. 12 ડિસેમ્બરે શપથવિધિ થાય તે પહેલા રાજીનામુ આપવાનું હોય છે, જેના બાદ શપથવિધિ સમારોહ યોજાશે.  



આવતીકાલે કમલમમાં ચૂંટાયેલા પ્રતિનિધિની બેઠક
આવતીકાલે કેન્દ્રીય નિરીક્ષકોની હાજરીમાં ભાજપની બેઠક મળશે. પ્રદેશ કાર્યાલય કમલમ પર સવારે 10 કલાકે બેઠકનું આયોજન કરાયું છે. જેમાં ભાજપના તમામ ચૂંટાયેલા 156 પ્રતિનિધિઓ હાજર રહેશે. વિધાનસભા દળના નવા નેતાની પસંદગી થશે. ભાજપ અધ્યક્ષ સીઆર પાટિલ સહિત પ્રદેશ આગેવાનો આ બેઠકમાં હાજર રહેશે.


12 મીએ શપથવિધિ સમારોહ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલને રાજીનામુ સોંપ્યું છે. ત્યારે 12મી ડિસેમ્બર, સોમવારે શપથવિધિ સમારોહ યોજાશે.