અમદાવાદ :સૌરાષ્ટ્રના માથા પરથી મોટુ સંકળ ટળ્યું છે, વાયુ વાવાઝોડું ઓમાન તરફ ફંટાતા હવે તંત્રએ રાહતનો શ્વાસ તો લીધો છે. જોકે, પવન અને ભારે વરસાદ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોને ધમરોળી રહ્યા છે. તો ભારે પવનને કારણે દરિયા કાંઠે ઘણુ નુકશાન થઈ રહ્યું છે. પોરબંદરમાં દરિયા કાંઠે આવેલ ભૂતેશ્વર મહાદેવનું મંદિર તૂટ્યું છે. 


ભલે દિશા બદલાઈ, પણ 900 કિમીનો વ્યાસ ધરાવતા ‘વાયુ’ને હળવાશથી લેવા જેવુ નથી 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, પોરબંદર દરિયા કિનારે ભારે બપોરે 12 વાગ્યા બાદ ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ હતી. પવનની ગતિ 70 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે પહોંચી ગઈ હતી. ત્યાર બાદ પવનનો વેગ વધતો ગયો હતો. પણ ભારે પવનને કારણે દરિયા કાંઠે આવેલ ભૂતેશ્વર મહાદેવનો મોટો હિસ્સો તૂટીને દરિયામાં પડ્યો હતો. જેને હટાવવાની કામગીરી તાત્કાલિક અસરે શરૂ કરાઈ હતી. તો બીજી તરફ, વાયુ વાવાઝોડાને લઈને પોરબંદરના દરિયા કિનારે મોજા વધુ ઊંચે ઉછળ્યાં હતા. માધવપુર બંદર ખાતે હોડી ખેંચવાનાં 10 મશીન અને 2 હોડીઓ તૂટી પડી, ભારે પવનને કારણે માછીમારો ચિંતામાં મૂકાયા છે.  



દીવમાં દીવાલ ધારાશાહી
દીવમાં પણ કેટલીક જગ્યાઓએ નુકશાન થયું છે. દીવના ફેમસ નાગવા બીચ પર ટેન્ટ સિટી ભારે પવનને કારણે ધરાશાયી થયો છે. તો દરિયામાં ઉઠેલ કરંટને કારણે રોડ પરની પ્રોટેક્શન વૉલ ધરાશાયી થઈ હતી. દીવના ફેમસ ગંગેશ્વર ટેમ્પલ પાસેની દીવાલો ધરાશાયી થઈ છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :