ભલે દિશા બદલાઈ, પણ 900 કિમીનો વ્યાસ ધરાવતા ‘વાયુ’ને હળવાશથી લેવા જેવુ નથી

વાયુ વાવાઝોડું ઓમાન તરફ ફંટાતા જ ગુજરાતના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. માથેથી મોટુ સંકટ ટળ્યું હોય એવુ લોકો અનુભવી રહ્યા છે. પણ, 900 કિલોમીટરનો વ્યાસ ધરાવતા આ વાયુ વાવાઝોડાને હળવાશથી લેવા જેવુ નથી. કારણ કે, તેની તીવ્રતા સૌરાષ્ટ્રના દરિયા કાંઠાને ધમરોળી શકે છે. ભલે વાવાઝોડાનુ થોડુ નબળુ પડ્યું હોય, અને તેના દિશા બદલાઈ હોય, પણ તે હજી પણ વિનાશ નોતરી શકે તેટલુ સક્ષમ છે.  

Updated By: Jun 13, 2019, 02:22 PM IST
ભલે દિશા બદલાઈ, પણ 900 કિમીનો વ્યાસ ધરાવતા ‘વાયુ’ને હળવાશથી લેવા જેવુ નથી

અમદાવાદ :વાયુ વાવાઝોડું ઓમાન તરફ ફંટાતા જ ગુજરાતના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. માથેથી મોટુ સંકટ ટળ્યું હોય એવુ લોકો અનુભવી રહ્યા છે. પણ, 900 કિલોમીટરનો વ્યાસ ધરાવતા આ વાયુ વાવાઝોડાને હળવાશથી લેવા જેવુ નથી. કારણ કે, તેની તીવ્રતા સૌરાષ્ટ્રના દરિયા કાંઠાને ધમરોળી શકે છે. ભલે વાવાઝોડાનુ થોડુ નબળુ પડ્યું હોય, અને તેના દિશા બદલાઈ હોય, પણ તે હજી પણ વિનાશ નોતરી શકે તેટલુ સક્ષમ છે.  

‘વાયુ’ વાવાઝોડાને કારણે દ્વારકા મંદિરની ધ્વજા ચઢાવવાની પ્રથા બદલાઈ 

લેટેસ્ટ અપડેટ મુજબ, હાલ આ વાવાઝોડુ વેરાવળથી 100 કિલોમીટર દૂર છે. પણ, જેમ જેમ તે નજીક આવતુ જશે તેમ તેમ તેની ગંભીર અસરો દેખાવા લાગશે. આજે એક વાગ્યા બાદ લગભગ તેના લક્ષણો દેખાવાની શરૂઆત થઈ ગઈ છે. પોરબંદરમાં વાવાઝોડાની અસર શરૂ થઈ. પવનની ગતિ 70 કિમી પ્રતિ કલાકની થઈ. પવનની ગતિ વધતા પોરબંદરમાં વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું. હવામાન વિભાગના જયંત સરકારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, પોરબંદરમાં હવાની ગતિ 7૦ કિમી પ્રતિ કલાકની થઇ છે. ત્યારે હજુ પવનની ગતિ વધી શકે છે. 9૦૦ કિમીના ઘેરાવમા વાવાઝોડું ફેલાયેલું છે. તો જામનગર કલેક્ટરે મેસેજ આપ્યો કે, આગામી એક કલાકમાં જામનગરમાં વાવાઝોડાની અસર દેખાશે. આગામી એક કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શરૂઆત થશે, જે 24 કલાક સુધી આ પરિસ્થિતિ રહી શકશે. 

વાવાઝોડાના Live Updates : પોરબંદરમાં ભૂતેશ્વર મંદિરનો હિસ્સો ભારે પવનથી દરિયામાં તૂટીને પડ્યો

વેરાવળથી દક્ષિણ પશ્ચિમની દિશામાં હાલ દરિયામાં અને ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. બપોર સુધીમાં વાયુ વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે અથડાશે. ત્યારે વાવાઝોડાની અસર 5 જિલ્લાઓ સુધી સીમિત રહેશે. દ્વારકા, પોરબંદર, દીવ, જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાઓમાં ભારે વરસાદ અને પવન ફૂંકાશે. 135-145 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, જે વધીને 165 કિમી પ્રતિ કલાક થઈ શકે છે. 

નવસારીમાં વાયુની અસર દેખાઈ, ગામમાં ઘૂસી આવ્યા દરિયાના પાણી

સવારથી જ દરિયામાં કરંટ વધવાની શરૂઆત થઈ હતી. જેને કારણે અનેક કાંઠે મોજા ઉંચે ઉછળ્યા હતા. તો નવસારીમાં દરિયાના પાણી ગામોમાં ઘૂસી આવ્યા છે. જો, આ વાવાઝોડુ તટ પર ટકરાશે, જો કેવો વિનાશ વેરશે તે તો ગણતરીના કલાકોમાં જ જોવા મળી જશે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :