Mehsana News : રમત દરમિયાન ક્યારે એવી ઘટનાઓ બનતી હોય છે, જે પ્લેયરના જિંદગીની ગેમ બદલી નાંખે છે. મહેસાણા ખાતે યોજાયેલી ગુજરાત સ્ટેટ બોક્સિંગ એસોસિયેશન દ્વારા આયોજિત બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સુરતના 19 વર્ષના પ્લેયર સાથે મોટી દુર્ઘટના ઘટી. ચાલુ ઈવેન્ટમાં માથામાં જોખમી પંચ વાગતા સુરતનોયુવા બોક્સર બ્રેઈનડેડ થયો. ઢળી પડેલા પ્લેયરને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, મહેસાણા ખઆતે સ્ટેટ બોક્સિંગ ચેમ્પિયનશિપ યોજાઈ હતી. જેમાં 71 થી 75 કિલોગ્રામ વેઈટ કેટેગરીની બાઉટમાં સુરતના કરણકુરમાર પિપલિયા અને હર્ષવર્ધન રાઠોડ વચ્ચે મુકાબલો થયો હતો. બંને બોક્સર વચ્ચે મેચ ચાલી રહી હતી, ત્યારે બાઉટ દરમિયાન કરણકુમારને હર્ષવર્ધનનો પંચ માથામાં વાગ્યો હતો. 


નવી આગાહીથી સાવધાન : ગુજરાતના અડધો ડઝન જિલ્લાઓમાં આજે અતિથી ભારે વરસાદની આગાહી


આ બાદ થોડો સમય મેચ ચાલી હતી, રેફરીએ કરણકુમારને કાઉન્ટ આપ્યા હતા અને બાઉટ રદ કરીને હર્ષવર્ધનને વિજેતા જાહેર કર્યો હતો. ત્યાર બાદ બંને બોક્સરે ગ્લોવ્ઝ કાઢી નાંખ્યા હાત. 


અચાનક જ કરણકુમાર ત્યાં જ ઢળી પડ્યો હતો. આ જોઈ બધા તેની મદદે આવ્યા હતા. ત્યા હાજર 108 ના પેરામેડિકલ સ્ટાફે તેને સારવાર આપવાનોપ્રયાસ કર્યો હતો. બાદમાં સ્થિતિ ગંભીર જણાતા તેને હોસ્પિટલમાં લઈ જવાયો હતો. 


હોસ્પિટલના તબીબોએ કરણકુમારને બ્રેઈનડેડ જાહેર કર્યો. ત્યારે આ ઘટના બાદ તેના પરિવારજનો દોડતા થયા હતા. હાલ તેની સ્થિતિમાં કોઈ ફરક નથી તેવુ જાણવા મળ્યું છે. 


કુછ કુછ હોતા હૈ... નો એ સીન, જેને કરતા પહેલા શરમમાં મૂકાયો હતો શાહરૂખ ખાન