e memo compulsory : ગુજરાત ટ્રાફિક પોલીસ વિભાગ હવે ઈ-મેમો ન ભરનાર વાહનચાલકો પર લાલ આંખ કરી છે. આ માટે હવે કાયદેસરના પગલા લેવાનું નક્કી કરાયું છે. 90 દિવસમાં ટ્રાફિકનો ઇ-મેમો નહિ ભરનારના દરવાજે હવે કોર્ટની નોટિસ આવશે. રાજ્યમાં ટ્રાફિક પોલીસ RTO ના ચલણ સાથે વન નેશન વન ચલણ પ્રોજેકટનું સંકલન થયું છે. સુપ્રીમ કોર્ટના માર્ગદર્શન હેઠળ ઇ-કોર્ટ પ્રોજેક્ટના નેજા હેઠળ વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટ સમગ્ર ગુજરાત રાજ્ય માટે શરૂ કરાઇ છે. ત્યારે જો તમે પણ ઈ-ચલાણ ભર્યુ ન હોય તો આજે જ ભરી દેજો. 1.33 કરોડના ઇ-મેમોની વસૂલાત બાકી છે. જેને 13 મે સુધી ઇ-મેમો ભરી દેવા વાહનચાલકોને સૂચના અપાઈ છે. ટ્રાફિકનો ઈ-મેમો હવે 90 દિવસમાં ભરવો ફરજિયાત કરાયો છે. ટ્રાફિકનો ઈ-મેમો નહીં ભરનારને હવે કોર્ટની નોટિસ આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં પગલા લેવાનું શરૂ 
3 મેથી ટ્રાફિકના ઇ-મેમો માટે અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટ ખાતે વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટની શરૂઆત કરવામા આવી છે. ગુજરાત હાઇકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટીસ અને હાઇકોર્ટની IT કમિટીના અધ્યક્ષ એ.જે.દેસાઈ અને IT ના ન્યાયાધીશની મંજૂરી માર્ગદર્શન અનુસાર અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટ ખાતે વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટ કાર્યરત કરવામાં આવી હતી. અમદાવાદમાં વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટની શરૂઆત આરંભાઈ છે. મેટ્રો કોર્ટ ખાતે વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટ કાર્યરત કરાઈ છે. 


વોન્ટેડ સટ્ટાકિંગ જીતુ થરાદ કેવી રીતે પહોંચ્યો રાજભવન અને રાજ્યપાલ સાથે ભોજન લીધું?


વડોદરામાં કાયદેસરની કાર્યવાહી થશે 
વડોદરામાં 28590 વાહનચાલકોએ 1.33 કરોડના ઈ-મેમો નથી ભર્યા. ત્યારે આ વાહન ચાલકો પર તવાઈ આવશે. આ વાહન ચાલકોને 13 મે સુધી બાકી ઈ-મેમો ભરી દેવા તાકીદ કરઈ છે. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળે પડતર ઈ-મેમો બાબતે નોટિસ કરી ઈશ્યુ કરી છે. 13 મી મેના રોજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળે વર્ષની બીજા મેગા નેશનલ લોક અદાલતનું આયોજન કર્યું છે. જેમાં ઈ-મેમો નહિ ભરનાર સામે ભવિષ્યમાં કાયદેસરની કાર્યવાહી થશે. 


70 વર્ષના વેવાઈ અને 67 વર્ષની વેવાણ પ્રેમમાં પડ્યા, દીકરાએ મમ્મીની વોટ્સએપ ચેટ વાંચી


અન્ય શહેરોમા પણ કડક પગલા લેવાનું શરૂ 
રાજકોટમાં ટ્રાફિક પોલીસે 1400 વાહન ચાલકોનું લિસ્ટ તૈયાર કર્યું છે. જેમના વાહનને ડિટેઈન કરવાની પણ કોર્ટે મંજૂરી આપી દીદી છે. રાજકોટમાં 4 કે તેથી વધુ ઇ-મેમો હશે તો વાહન ડિટેઇન કરવામાં આવશે. ટ્રાફિક પોલીસ શહેરમાં સ્પેશિયલ ડ્રાઈવ યોજીને વાહન ડિટેઇન કરશે. જે કોઈ દંડની રકમ નહીં ભરે તેમના વાહનો સ્પેશિયલ ડ્રાઈવ કરીને ડિટેઇ થઇ જશે. તો મોરબીમાં પણ કાર્યવાહી શરૂ કરાઈ છે. 


કલોલમાં ખાનગી બસ બની યમદૂત : 5 મુસાફરો બસના તોતિંગ પૈડા નીચે કચડાઈને મર્યા