ઝી બ્યુરો/અમદાવાદ: ગ્રેડ પે આંદોલનનો સુખદ અંત આજે આવી ગયો છે. રાજ્ય સરકારે પોલીસ ગ્રે પેડ મામલે રૂ.550 કરોડનું ભંડોળ મંજૂર કર્યું છે. જેના કારણે હવે ગુજરાતના પોલીસ કર્મચારીઓનો પગાર વધશે. સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને આ નિર્ણય લીધો છે. ત્યારબાદ સુરતમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસકર્મીના પગારમાં કેટલો વધારો કરવામાં આવ્યો છે તેની વિગતવાર માહિતી આપી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ ગ્રેડ પે મામલે જણાવ્યું હતું કે, તમારા સૌ માટે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા આજે મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. સીએમે મોટું મન રાખી પોલીસ કર્મચારીઓ માટે 550 કરોડથી વધુની ફાઇલ મંજૂર કરી છે.  દેશ આખો આઝાદી અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. પોલીસે દેશની અખંડતા જાળવી રાખી છે. 


સીઆર પાટિલનું ટ્વીટ


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube