ગાંધીનગર :ખાદ્ય તેલના વધી રહેલા તોતિંગ ભાવોએ હવે લોકોની કમર તોડી નાંખી છે. ખાદ્ય તેલોમાં એટલો ભાવ વધી રહ્યો છે કે, હવે એક દિવસ તે લક્ઝુરિયસ ખાણીપીણીમાં ન આવી જાય. ત્યારે ગુજરાત સરકારે 200 રૂપિયાનું એક લ લિટર સિંગતેલ હવે માત્ર 100 રૂપિયામાં આપશે. સરકારે આ જાહેરાત કરીને ગરીબોને રાહત આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અંગે જાહેરાત કરતા રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ જણાવ્યું કે, હવે તહેવારોની મોસમ આવી રહી છે. આવામં ખાદ્ય તેલોના ભાવ સતત વધી રહ્યાં છે. જે મધ્યમવર્ગીય અને ગરીબ લોકોને પોસાય તેમ નથી. ત્યારે તહેવારોને ધ્યાનમાં રાખીને સરકાર રાજ્યના 71 લાખ રાશન કાર્ડ ધારકોને રાહત આપવા જઈ રહી છે. આજે ગાંધીનગરમાં કેબિનેટ બેઠક યોજાઈ હતી. જેમાં નિર્ણય લેવાયો કે, રાજ્યના 71 લાખ રાશન કાર્ડ ધારકોને 100 રૂપિયા લિટરના ભાવે સિંગતેલ આપવામાં આવશે.


આ પણ વાંચો : હવે ગુજરાતની મહિલાઓને ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ માટે બહાર જવાની જરૂર નથી, ઘરઆંગણે આવી સુવિધા


સરકારે નિર્ણય કર્યો કે,  તમામ 71 લાખ કાર્ડ ધારકોને સરકાર વાર્ષિક બે વખત તહેવાર નિમિત્તે 1 લીટર સીંગતેલ સસ્તા દરે આપે છે ત્યારે આગામી તહેવારો દરમિયાન મોંઘા ભાવનું એટલે કે જે સીંગતેલ ની બજાર કિંમત 200 રૂપિયા આસપાસ છે તે સીંગતેલ કાર્ડ ધારકોને માત્ર 100 રૂપિયાની કિંમતે અપાશે.