Loksabha Election 2024: લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. ત્યારે દરેક જિલ્લાઓમાંથી વધુમા વધુ મતદાન થાય તે માટે મતદાર જાગૃતિ અભિયાન હાથ ધરવામા આવતા હોય છે. ત્યારે મહેસાણામાં દૂધ સાગર ડેરી દ્વારા મતદાર જાગૃતિ માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમે કઇ કોરોના વેક્સીન લીધી છે? જો કોવિશિલ્ડ લીધી હોય સાચવજો... 10 પોઇન્ટમાં સમજો


દૂધ સાગર ડેરી દ્વારા પશુ પાલક માટે મતદાન જાગૃતિ માટે જાહેરાત કરાઈ છે. જેમાંજે પશુ પાલક મતદાનના દિવસે વોટિંગ કરશે તેને દૂધમાં પ્રતિ લીટરે 1 રૂપિયો વધુ મળશે. જી હા...ડેરી સાથે જોડાયેલા પશુપાલકો માટે આ મહત્વપૂર્ણ જાહેરાત કરાઈ છે.


ખુશખબર...બંપર તેજી બાદ ધડામ થયું સોનું, 10 ગ્રામ ગોલ્ડના ભાવ ઘટીને આટલા થઈ ગયા


મહેસાણા દૂધ સાગર ડેરી દ્વારા આ જાહેરાતથી આશરે 5 લાખ જેટલા પશુપાલકો માટે જાહેરાત કરાઈ છે. મતદાનના દિવસે મતદાન કર્યાનું નિશાન બતાવનારને સીધો લાભ અપાશે. દૂધમાં પ્રતિ લીટર 1 રૂપિયો વધારાનો ચૂકવી પશુપાલક મતદાતાઓને પ્રોત્સાહન અપાશે. દૂધ સાગર ડેરી સાથે 1503 દૂધ મંડળીઓ અને 5 લાખ પશુ પાલકો જોડાયેલા છે. એક દિવસમાં અંદાજે 30 લાખ રૂપિયા વધુ ચૂકવાશે. 


Akshaya Tritiya પર આ 5 વસ્તુઓનું દાન બનાવશે ધનવાન, આવકમાં થશે જોરદાર વધારો


એટલું જ નહીં, દૂધ સાગર ડેરીએ દૂધ ભરાવવા આવતા પશુપાલકોને આપતી સ્લીપમાં પણ મતદાન જાગૃતિનો મેસેજ લખવામાં આવ્યો છે. જેના કારણે પશુપાલકોમાં મતદાન જાગૃતિ માટે અવેરનેસ આવી શકે. 1503 મંડળીઓ ઉપર દૂધસાગર ડેરીએ શપથ લેવડાવ્યા હોવાની પણ માહિતી છે. 5 લાખ પશુપાલકો પાસે મતદાન કરવાના શપથ લેવડાવ્યા છે.


ઘરમાં ગરોળીનું આગમન આપે છે ખાસ સંકેત, જાણો કંગાળ થશો કે કરોડપતિ