Gold Rate Today: ખુશખબર...બંપર તેજી બાદ ધડામ થયું સોનું, 10 ગ્રામ ગોલ્ડના ભાવ ઘટીને આટલા થઈ ગયા
Gold Rate Today: બંપર તેજી બાદ હવે સોનાના ભાવ ધડામ થયા છે. ભારતીય બજારમાં સોનું આજે ફરી ગગડ્યું છે. વાયદા બજાર (MCX) પર સોનાના ભાવ આજે ઘટાડા સાથે ખુલ્યા. ચાંદી તેના કરતા પણ વધુ ઘટાડા સાથે ટ્રેડ થઈ રહી હતી
Trending Photos
Latest Gold Rate 30 April 2024: બંપર તેજી બાદ હવે સોનાના ભાવ ધડામ થયા છે. ભારતીય બજારમાં સોનું આજે ફરી ગગડ્યું છે. વાયદા બજાર (MCX) પર સોનાના ભાવ આજે ઘટાડા સાથે ખુલ્યા. ચાંદી તેના કરતા પણ વધુ ઘટાડા સાથે ટ્રેડ થઈ રહી હતી. શરાફા બજારમાં પણ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. સોના અને ચાંદીની ખરીદી કરવા ઈચ્છતા લોકો એકવાર લેટેસ્ટ ભાવ ખાસ ચેક કરી લો.સોનાના ભાવમાં સતત વધારો થતો જાય છે. એટલા માટે લોકો હવે સોનાની ખરીદીથી દૂર ભાગી રહ્યાં છે. ભાવમાં વધારો થતાં ખરીદી પણ ઘટી છે.
MCX પર ભાવ
MCX પર આજે સવારે 10.15 વાગ્યાની આજુબાજુ સોનામાં 372 રૂપિયાનો (052 ટકા) ઘટાડો જોવા મળ્યો અને ભાવ 71230 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ચાંદી આ દરમિયાન 583 અંક સાથે 80,269 રૂપિયા પ્રતિ કિલો જોવા મળી હતી.
શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 410 રૂપિયાનો ઘટાડા સાથે ખુલ્યું અને ભાવ 71963 રૂપિયા થયો પરંતુ સાંજ થતા જ ભાવમાં પાછો કડાકો નોંધાયો અને 71710 રૂપિયા પર પહોંચી ગયો. એટલે આજના દિવસમાં 10 ગ્રામ શુદ્ધ સોનાના ભાવમાં 663 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો. જ્યારે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ 376 રૂપિયા ગગડીને 65918 રૂપિયાના સ્તરે સવારે ખુલ્યું હતું પરંતુ સાંજ પડતા તેમાં પણ 232 રૂપિયા ફરી ઘટાડો નોંધાયો અને ક્લોઝિંગ રેટ 65686 રૂપિયા પર પહોંચ્યો. એટલે કે આજના દિવસમાં 916 પ્યોરિટીવાળા સોનાનો ભાવ 608 રૂપિયા તૂટ્યો.
ક્લોઝિંગ રેટ્સમાં સામાન્ય વધારો જોવા મળ્યો
ચાંદીની વાત કરીએ તો ઓપનિંગ રેટ્સમાં ચાંદીમાં 1081 રૂપિયા તૂટીને ભાવ પ્રતિ કિલો 80047 રૂપિયા જોવા મળ્યો. જ્યારે ક્લોઝિંગ રેટ્સમાં સામાન્ય વધારો જોવા મળ્યો. જો કે કાલના ક્લોઝિંગ રેટ્સ અને આજના ક્લોઝિંગ રેટ્સ જોઈએ તો ચાંદીમાં આજે 1078 રૂપિયાનો કડાકો જોવા મળ્યો છે. અત્રે જણાવવાનું કે એસોસિએશન દ્વારા સવારે ઓપનિંગ અને સાંજે ક્લોઝિંગ એમ બે વખત ભાવ જાહેર કરવામાં આવે છે.
ગ્લોબલ બજારોમાંથી કેવા છે સંકેત
આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનાના ભાવ ઉછળ્યા છે. નબળા ડોલરના પગલે મેડલના ભાવને થોડો સપોર્ટ મળ્યો છે. આ સાથે જ ફેડરલ રિઝર્વ બેંકની પોલીસીની આગામી બેઠકને લઈને પણ ધ્યાન તે બાજુ છે. સ્પોટ ગોલ્ડમાં 0.2 ટકાની તેજી નોંધાઈ છે અને મેટલ 2342 ડોલર પ્રતિ ઔંસ પર છે. યુએસ ગોલ્ડ ફ્યૂચર 0.4 ટકા ચડીને 2357 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચ્યો હતો.
ખાસ નોંધ: ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે