ગુજરાતમાં સ્ટાફ નર્સ બનવાનું સપનું જોતા હોવ તો ખુશખબર; 1903 જગ્યા પર બહાર પાડી ભરતી
રાજ્યમાં 10 વર્ષ પહેલા સ્ટાફનર્સ વર્ગ-3 ની કુલ–7785 જગ્યાઓ મંજૂર કરાઇ હતી. જે મંજૂર જગ્યાઓમાં સમયાંતરે જરૂરિયાત પ્રમાણે વધારો કરવામાં આવ્યો છે. હાલમાં રાજ્યના વિવિધ આરોગ્ય કેન્દ્ર અને હોસ્પિટલમાં કુલ 12,101 જગ્યાઓ મંજૂર છે.
ઝી બ્યુરો/ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા 1903 સ્ટાફનર્સની ભરતી કરવાનો નિર્ણય કરાયો છે. રાજ્યના સામુહિક આરોગ્ય કેન્દ્રો અને સરકારી હોસ્પિટલમાં સીધી ભરતીથી આ સ્ટાફનર્સની ભરતી કરીને નિમણૂંક કરવામાં આવનાર છે.
ગુજરાતમાં ડરામણી આગાહી! આ તારીખોમાં પડશે વરસાદ, ડિસેમ્બર સુધી પીછો નહીં છોડે મેઘરાજા
આ જગ્યાઓ માટે તા.5 ઓક્ટોબર બાદ ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ થશે. OJAS પ્લેટફોર્મના માધ્યમથી લાયક ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. લાયકાત ધરાવતા ઉમેદવારોની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષાના પરિણામ અને પસંદગી યાદી પ્રસિધ્ધ કરી ડોક્યુમેન્ટ ચકાસણી કરવામાં આવશે.
આ પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના 8000થી વધુ ગામડાઓ સ્માર્ટ બન્યા! મળ્યું હાઈસ્પીડ ઇન્ટરનેટ
ડૉક્યુમેન્ટ્સ ચકાસણીના અંતે આખરી મેરિટ યાદી પ્રસિધ્ધ કરાશે. આખરી મેરીટ યાદીમાં સમાવેશ થતા ઉમેદવારોને સંપૂર્ણપણે પારદર્શી પ્રક્રિયા હાથ ધરીને નિમણૂંક આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ સમગ્ર ભરતી પ્રક્રિયા 6થી 8 મહિનામાં પૂર્ણ કરવામાં આવનાર છે.
બાબા વેંગાની આ ભવિષ્યવાણી 3 મહિનામાં સત્ય સાબિત થશે, ત્રીજું વિશ્વયુદ્ધ આ તારીખે થશે
અત્રે નોંધનીય છે કે, રાજ્યમાં 10 વર્ષ પહેલા સ્ટાફનર્સ વર્ગ-3 ની કુલ–7785 જગ્યાઓ મંજૂર કરાઇ હતી. જે મંજૂર જગ્યાઓમાં સમયાંતરે જરૂરિયાત પ્રમાણે વધારો કરવામાં આવ્યો છે. હાલમાં રાજ્યના વિવિધ આરોગ્ય કેન્દ્ર અને હોસ્પિટલમાં કુલ 12,101 જગ્યાઓ મંજૂર છે. રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં કુલ 7732 સ્ટાફ નર્સ વર્ગ-3 ની જગ્યાઓ સીધી ભરતી દ્વારા ભરવામાં આવી છે.
પાવાગઢમાં ભક્તોનું કીડિયારું ઉભરાયું, ક્યાંય પગ મૂકવાની જગ્યા નહીં, હૈયેથી હૈયું...
સ્ટાફનર્સની બઢતી/વયનિવૃત સહિતના વિવિધ કારણે ખાલી પડતી જગ્યાઓ ભરવા દર બે વર્ષના અંતરે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે.