ઝી બ્યુરો/વડોદરા: લોકસભાની ચૂંટણી પહેલાં વડોદરા કોંગ્રેસ ફરી એકવાર તુટી હોવાના સમાચાર મળ્યા છે. લોકસભાની ચૂંટણી લડનારા પ્રશાંત પટેલે રાજીનામું આપતા ખળભળાટ મચી જવા પામ્યો છે. તેમની સાથે 500થી વધુ કાર્યકરો સાથે 17 સપ્ટેમ્બરે ભાજપનો ભગવો ધારણ કરશે. પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાશે. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સુરેશ પટેલ અને ભાવેશ પટેલ પણ ભાજપમાં જોડાશે, કોંગ્રેસના અનેક કાર્યકરો હોદ્દેદારો પણ ભાજપમાં જોડાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એકતરફી પ્રેમીએ ફરી હદ વટાવી! જાહેરમાં ચપ્પુના ઘા ઝીંકી પ્રેમિકાની હત્યા, પરિવારજનો..


કોંગ્રેસના અનેક કાર્યકરો હોદ્દેદારો પણ ભાજપમાં જોડાશે
કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ પ્રશાંત પટેલ સાથે કોંગ્રેસના અનેક હોદ્દેદારો અને કાર્યકરોએ પણ રાજીનામા આપ્યા છે. પ્રશાંત પટેલ સાથે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સુરેશ પટેલ અને ભાવેશ પટેલ પણ ભાજપમાં જોડાવાના છે. તો કોંગ્રેસના અનેક કાર્યકરો હોદ્દેદારો પણ ભાજપમાં જોડાશે.


ગુજરાતનાં આ વિસ્તારમાં મેઘો ભૂક્કા બોલાવશે! અંબાલાલની ભારેથી અતિભારે વરસાદની આગાહી


પ્રશાંત પટેલે આપ્યુ નિવેદન
પ્રશાંત પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, મેં કોંગ્રેસના તમામ સભ્ય પદ સહિત પ્રાથમિક સભ્યપદથી રાજીનામું આપી દીધું છે. પીએમ મોદીના વિકાસના કામ અને હિન્દુત્વના એજન્ડાથી પ્રેરિત થઈ તેઓ ભાજપમાં જોડાશે. મારા કોંગ્રેસના નેતાઓ સાથે પણ જૂના સંબંધો છે. કોંગ્રેસથી કોઇ નારાજગી નથી, પણ હિન્દુત્વના સાગરમાં હું જોડાવવા માગુ છું. કોંગ્રેસ સનાતન ધર્મના વિરૂદ્ધમાં બોલે છે જે ક્યારેય સહન ન થાય. હું છેલ્લા એક વર્ષથી નિષ્ક્રિય હતો, કોંગ્રેસમાં રહેવું કે નહીં તે દુવિધામાં હતો. હવે 17 મી સપ્ટેમ્બરે 500 લોકો સાથે ભાજપમાં જોડાઈશ. મારી સાથે જેને ભાજપમાં જોડાવું હોય તે જોડાઈ શકે છે. ભાજપમાં હું એક કાર્યકર તરીકે, જવાબદાર નાગરિક તરીકે જોડાવવું છે. એટલે હું જોડાઇ રહ્યો છું. હું કોઇ ચૂંટણી લડવાનો નથી.'


મોબાઈલની જીદે યુવકનો જીવ ગયો! માતાએ મોબાઈલ ન લઈ આપતા સુરતમાં યુવકે કર્યો આપઘાત


પ્રશાંત પટેલ કોણ છે ?
પ્રશાંત પટેલ 1997માં એમ. એસ. યુનિવર્સિટીના સ્ટુડન્ટ યુનિયનના પ્રેસિડેન્ટ રહી ચુક્યા છે. વર્ષ 2015માં પ્રશાંત પટેલને વડોદરા કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. તે સમયે પ્રશાંત પટેલ વડોદરામાં કોંગ્રેસના ઈતિહાસના સૌથી યુવા પ્રમુખ બન્યા હતા. જ્યારે પ્રશાંત પટેલને પ્રમુખ બનાવવામાં આવ્યા હતા એ પહેલા 6 મહિનામાં ચાર પ્રમુખ બદલાઇ ચુક્યા હતા. જે પછી પ્રશાંત પટેલને પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.  જે પછી પ્રશાંત પટેલ પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો હતો.


દિહોર ગામ હિબકે ચડ્યું; એક સાથે 12 અર્થીઓ ઉઠી, હૈયાફાટ રૂદનથી વાતાવરણ ગમગીન