ગુજરાતનાં આ વિસ્તારમાં મેઘો ભૂક્કા બોલાવશે! અંબાલાલ પટેલની ભારેથી અતિભારે વરસાદની આગાહી

Ambalal Patel's forecast: રાજ્યમાં હવે વરસાદે હાથતાળી આપતા છેલ્લા કેટલાક દિવસથી વરસાદ ગાયબ થયો છે. જોકે આવા નિરાશાના માહોલ વચ્ચે બંગાળની ખાડીમાં બનનારી સિસ્ટમ ગુજરાતને વરસાદથી તરબોળ કરશે તેવી આગાહી કરી છે. આ વચ્ચે અંબાલાલ પટેલની પણ વરસાદને લઈને આગાહી સામે આવી છે. તેઓએ કહ્યું છે કે, ગુજરાતમાં આગામી સપ્ટેમ્બર અને નવેમ્બરમાં સારા વરસાદની શક્યતાઓ છે. 

ગુજરાતનાં આ વિસ્તારમાં મેઘો ભૂક્કા બોલાવશે! અંબાલાલ પટેલની ભારેથી અતિભારે વરસાદની આગાહી

Meteorologist Ambalal Patel's forecast: ગુજરાતમાં હાલ ચોમાસુ હોવા છતાં જાણે ઉનાળા જેવી સ્થિતિ છે. વરસાદ તો દૂર પણ ઉપરથી લોકો ઉકળાટ અને બફારાને કારણે શેકાઈ રહ્યાં છે. ઓગસ્ટ મહિનો આખો કોરો ગયા બાદ હવે સપ્ટેમ્બરમાં વરસાદની આશા રાખીને લોકો બેઠાં છે. એવામાં લોકો માટે એક રાહતના સમાચાર છે. હવામાન વિભાગે આગાહી કરી છેકે, આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે.

14 સપ્ટેમ્બરથી મજબૂત સિસ્ટમ બનીને ઉત્તર ઓરિસ્સા તરફ આગળ વધી મહારાષ્ટ્રના ભાગોમાં થઇને મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ લાવશે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતના દક્ષિણ, મધ્ય અને ઉત્તર ભાગમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદો થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. હવામાન વિભાગે આજે અમદાવાદ સહિતના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.

આ ઉપરાંત આ સિસ્ટમ મજબૂત થઈને 15-16 સુધીમાં મધ્ય પ્રદેશ અને 18-19-20 માં ઉત્તર ગુજરાતમાં વરસાદ લાવશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. તે મુજબ 17 થી 23 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ પડી શકે છે. દરમિયાન દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડશે. આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં 4 ઈંચથી વધુ અને સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારોમાં 4 થી 6 ઈંચ વરસાદની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. જેને લઈ નદીઓ બે કાંઠે વહે તેવી સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ થવાની પણ સંભાવના છે. ખાસ કરીને પહેલાં દિવસે એટલેકે, 15 સપ્ટેમ્બરે આણંદ, ખેડા અને પાટણ, બનાસકાંઠા જેવા જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે. ત્યાર બાદ ખાસ કરીને આગામી 16 થી 19 સપ્ટેમ્બરે સુધી ભારે વરસાદની આગાહી કરાઈ છે. જેમા કેટલાંક સ્થળોએ વરસાદનું જોર વધારે હોઈ શકે છે. 16 સપ્ટેબરે છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર ભારે વરસાદની સંભાવના પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. 

અંબાલાલ પટેલે નવરાત્રિ અને દિવાળીને લઈ વરસાદની આગાહી કહી છે. આ આગાહીથી લોકોમાં દુખી અને સુખી બન્ને માહોલ જોવા મળી રહ્યો છે. અંબાલાલની સૌથી મોટી આગાહી સામે આવી રહી છે. અંબાલાલનું કહેવું છે કે આ વખતે નવરાત્રિમાં પણ વરસાદ પડી શકે છે. તો વળી દિવાળીના તહેવારોમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અંબાલાલે નવા વર્ષના પ્રારંભે પણ વરસાદ થઈ શકે એવું કહ્યું છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, બંગાળના ઉપસાગર પાસે વધુ એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે. જેથી આગામી 16 અને 17 સપ્ટેમ્બરે વરસાદની આગાહી છે. બનાસકાંઠા, ઉત્તર ગુજરાત, પંચમહાલ, વડોદરા, ખેડા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. સાથે જ સૌરાષ્ટ્રના દરિયાકિનારે વરસાદ થવાની શક્યતા છે. 

17 સપ્ટેમ્બર આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, તાપીમાં ભારે વરસાદ આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 17 સપ્ટેબર સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 18 સપ્ટેમ્બરે આણંદ, વડોદરા. છોટા ઉદેપુર, ભરૂચ ભારે વરસાદની શક્યતા છે. એ સિવાય 18 સપ્ટેમ્બરે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ સામાન્ય વરસાદની સંભાવના છે. આ ઉપરાંત અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં સિઝનનો કુલ 98 ટકા જેટલો વરસાદ થઈ ચુક્યો છે. બંગાળની ખાડીમાં લો પ્રેસર સિસ્ટમને લઇને વરસાદી માહોલ જોવા મળશે. બાકીના દિવસમાં હડવાથી સમાન્ય વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

બીજી બાજુ હવામાન વિભાગની આગાહી મુજબ 14 અને 15 સપ્ટેમ્બરે દાહોદ, મહિસાગર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, ભાવનગર, અમરેલી અને ગીર-સોમનાથમાં વરસાદ પડી શકે છે. 16 સપ્ટેમ્બરે પણ આ તમામ સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. 14મી તારીખે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની શક્યાતાઓ છે. 15મીએ જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ તથા 16મી તારીખે પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદમાં વરસાદ થવાની શક્યતાઓ છે. આ ભાગોમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતાઓ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news