ઝી બ્યુરો/પોરબંદર: ગુજરાતને ફરીથી નશીલું બનાવવાનો કારસો રચાયો છે. હજું થોડાક દિવસ પહેલા જ ગીર સોમનાથના વેરાવળ બંદર પાસેથી ઝડપાયો નશીલા પદાર્થનો મોટો જથ્થો પકડાયો હતો. ત્યાં ફરી એકવાર ગુજરાતના દરિયા કિનારેથી 3 હજાર કિલો ડ્રગ્સ ઝડપાયું હતું. પોરબંદરના મધદરિયેથી 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. નેવી અને કોસ્ટ ગાર્ડનું સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે મળતી માહિતી પ્રમાણે, ગુજરાતના દરિયા કિનારેથી વધુ એક વખત ડ્રગ્સ પકડાયું હોવાના સમાચાર છે. નેવી અને કોસ્ટ ગાર્ડે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને પોરબંદરના મજદરિયેથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડાયું છે. જેમાં 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. માહિતી પ્રમાણે 3000 કિલો ડ્રગ્સ પકડવામાં આવ્યું છે. કરોડોના કિંમતનું ડ્રગ્સ પકડવામાં આવ્યું છે. દુશ્મન દેશમાંથી ગુજરાતમાં ડ્રગ્સ લેવાઈ રહ્યું હતું. 


ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા ગુજરાત પોલીસના ડ્રગ્સ વિરુદ્ધના અભિયાનને મોટી સફળતા મળી હતી..ગીર સોમનાથના દરિયા કિનારેથી 350 કરોડનું હેરોઈન ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું હતું..વેરાવળના નલિયા ગોળી કાંઠે દરોડા પાડી કરાઈ મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. SOG અને NDPSની ટીમે સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડ્યુ હતું. દરિયા કિનારેથી 50 કિલો સીલ બંધ પેકેટનો જથ્થો મળી આવ્યો હતો. ત્રણ મુખ્ય આરોપી સહિત નવ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ વિશે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગીર સોમનાથ પોલીસને અભિનંદન આપ્યા હતા.