Akhilesh Yadav Gujarat Visit/ઝી ન્યૂઝ/ગાંધીનગર: આગામી સમયમાં આવી રહેલી 2024ની લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ હાલમાં ગુજરાત પ્રવાસે છે. ત્યારે ગુજરાતની પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ અખિલેશ યાદવ સાથે ગુપ્ત મુલાકાત કરી હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંબાજીમાં મોહનથાળ નહીં ચિક્કી! ગુજરાત સરકારે લીધો નિર્ણય, મંત્રીએ આપ્યા આ કારણો


ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને પીએમ મોદીએ તાજેતરમાં બંધ બારણે 50 મિનિટથી વધુ બેઠક કરી હતી. ત્યારબાદ આજે શંકરસિંહ વાઘેલાએ અખિલેશ યાદવ વચ્ચે બંધ બારણે બેઠક યોજાઈ હતી. ત્યારે સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે આગામી લોકસભાની ચૂંટણીને લઈને પણ ચર્ચા થઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. એટલું નહીં જાણવા મળી રહ્યું છે કે શંકરસિંહ વાઘેલાના પૌત્રના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા અખિલેશ યાદવ આવ્યા હતા.


ગુજરાતનું આરોગ્ય વિભાગ એક્શનમાં, H3N2 વાયરસ અંગે ઋષિકેશ પટેલનું મોટું નિવેદન


તમને જણાવી દઈએ કે, ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ શનિવારે ગુજરાતના પ્રવાસે છે. અખિલેશ યાદવનો અમદાવાદ પ્રવાસ યુપીમાં ચૂંટણીના ધમધમાટ વચ્ચે થઈ રહ્યો છે. સપા પ્રમુખ અખિલેશ યાદવ અહીં અનેક ખાનગી કાર્યક્રમોમાં ભાગ લીધો. આ સાથે તેઓએ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સાથે એક બેઠક પણ કરી હતી. ગુજરાતમાં પ્રથમ ભાજપ સરકાર સામે બળવો કરનાર શંકરસિંહ વાઘેલા સાથે અખિલેશની મુલાકાતનો રાજકીય અર્થ પણ કાઢવામાં આવી રહ્યો છે. જો કે સમાજવાદી પાર્ટી તરફથી આ અંગે કંઈ કહેવામાં આવ્યું નથી.


ભૂપેન્દ્ર પટેલ સરકારને ગેનીબેને ભરાવી, રાજસ્થાન આપી શકે તો ગુજરાત પણ આપે 500માં ગેસ


સમાજવાદી પાર્ટી ઘણા સમયથી યુપીની બહાર પગ ફેલાવવાની યોજના પર કામ કરી રહી છે. તેમણે મધ્યપ્રદેશ, રાજસ્થાન જેવા ઉત્તર ભારતીય રાજ્યોમાં જ નહીં, પરંતુ મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક સહિતના ઘણા રાજ્યોમાં પોતાનું સંગઠન સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો છે. જોકે તેમને વધુ સફળતા મળી નથી. યુપીમાં પણ સપાના સતત સત્તાથી દૂર રહેવાથી પાર્ટીના કાર્યકર્તાઓના મનોબળને પણ અસર થઈ છે.


સાવધાન! સુરતના જાણીતા આ બિલ્ડર સાથે 32 કરોડની છેતરપિંડી, 3 મોટા પ્રોજેક્ટમાં થયો દાવ


શંકરસિંહ વાઘેલા ગુજરાતના મજબૂત નેતા
અખિલેશ યાદવ શંકરસિંહ વાઘેલાના ઘરે લગ્ન સમારોહમાં હાજરી આપવા આવ્યા હોવાની વાત સામે આવી રહી છે. શંકરસિંહ વાઘેલા ગુજરાતના મજબૂત નેતા છે, તેઓ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા, પરંતુ તેમણે 2017ની રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર અહેમદ પટેલ સામે ક્રોસ વોટિંગ કર્યું હતું. એ વાત સર્વવિદિત છે કે માત્ર છ મહિના પહેલા કેશુભાઈ પટેલના નેતૃત્વમાં ભાજપની સરકાર બની ત્યારે શંકરસિંહ વાઘેલાએ ગુજરાતમાં બળવાનો ઝંડો ઉઠાવ્યો હતો. તેમના નેતૃત્વમાં ધારાસભ્યોના બળવાને કારણે કેશુભાઈ પટેલને સત્તા ગુમાવવી પડી હતી.


અદાણીના એરપોર્ટ પર વધુ એક રેકોર્ડ સર્જાયો!આંતરરાષ્ટ્રીય મુસાફરોમાં અધધ...ટકાનો વધારો


ગુજરાતના બાપુ કહેવામાં આવે છે શંકરસિંહ વાઘેલા 
શંકરસિંહ વાઘેલા ગુજરાતના રાજકારણમાં મહત્વની ભૂમિકા ભજવી છે. લાંબી રાજકીય ઇનિંગ્સ રમનાર ક્ષત્રિય નેતા વાઘેલા ગુજરાતમાં બાપુ તરીકે જાણીતા છે. જો કે, વાઘેલા છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં પણ મોદી લહેર સામે બહુ અસર કરી શક્યા ન હતા. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને તેમના પૌત્રના લગ્ન સમારોહના રિસેપ્શનમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું હતું. આ લગ્નનું રિસેપ્શન 12 માર્ચે છે.