H3N2ને લઈ ગુજરાત આરોગ્ય વિભાગ એક્શનમાં, ઋષિકેશ પટેલે કહ્યું; 'દર્દીઓમાં થઈ રહ્યો છે વધારો'
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે નવા વાયરસ H3N2 અંગે વિગતવાર માહિતી આપી છે. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં વાયરલના કેસો જોવા મળ્યા છે. જે છેલ્લા બે વર્ષમાં વધારો થયો છે.
Trending Photos
ઝી બ્યુરો/ગાંધીનગર: કોરોના બાદ ગુજરાત સહિત સમગ્ર દેશમાં નવા વાયરસ H3N2 અંગે સરકારો જાગૃત બની ગઈ છે. ત્યારે ગુજરાત સરકારનું આરોગ્ય વિભાગ પણ એક્શનમાં આવી ગયું છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે અધિકારીઓ સાથે એક બેઠક યોજી હતી. જેમાં જરૂરી દવાઓ, ટેસ્ટિંગ લેબ, ડોક્ટર્સ અંગે સમીક્ષા કરાઈ હતી. જેમાં ICMRની ગાઈડ લાઈન પ્રમાણે પગલા લેવા સૂચના અપાઈ હતી. H3N2 વાઇરસથી ગ્રસ્ત દર્દીઓમાં તાવ, શરદી, ખાંસી, ગળાની તકલીફો, કળતર, ઊલટી અને ડાયરિયા જેવાં લક્ષણો જોવા મળે છે.
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે નવા વાયરસ H3N2 અંગે વિગતવાર માહિતી આપી છે. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં વાયરલના કેસો જોવા મળ્યા છે. જે છેલ્લા બે વર્ષમાં વધારો થયો છે. રાજ્યમાં હાલ વાયરલ ફીવરના કેસો સામે આવી રહ્યા છે. રાજ્યમાં ફલૂના કેસોમાં વધારો થયો છે. સામાન્ય ફલૂ સામાન્ય દવાઓના આધારે રિકવરી આવી જતી હોય છે. પણ થર્ડ સ્ટેજના ફ્લુમાં વાયરસ ફેંફસાઓ સુધી પહોંચી જતો હોય છે. ત્રીજા સ્ટેજના ફલૂ માટેની જરૂરી દવાઓની ઉપલબ્ધી અંગે સમીક્ષા કરાય છે.
H3N2 મુદ્દે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં H3N2 વાયરસના હાલના તબક્કે 3 કેસો સામે આવ્યા છે. H1N1ના 77 કેસો સામે આવ્યા છે. ગુજરાતમાં એક મૃત્યુ H1N1 ના કારણે થયું છે. રાજ્યમાં વાયરલ ફીવર અને ફ્લૂના વધુ પ્રમાણમાં કેસ છે. ફ્લૂ 3 પ્રકારનો હોય છે, 1 સામાન્ય 7 દિવસોમાં મટે છે. બિજનોરકરમાં ગાળામાં દુખાવો અને હાઈ ફીવર હોય છે. ત્રીજા પ્રકારના ફ્લૂ ફેંફસાં સુધી પહોંચતો હોય છે. આ બાબતે રાજ્ય સરકાર ચિંતિત છે. અમે દવાઓ, હોસ્પિટલમાં જરૂરી સગવડ કરી છે. વેન્ટિલેટર, ઑક્સિજન અને PPE કીટની વ્યવસ્થા પણ કરાઈ છે.
તેમણે ઉમેર્યું હતું કે, H3N2ના 3 કેસ અત્યાર સુધી મળ્યા છે. H1N1ના 78 કેસ મળ્યા છે, જેમાં એક મૃત્યુ H1N1ના કારણે થયું છે. 16 જેટલા ચેપી રોગની નિરીક્ષણ સતત થઈ રહ્યું છે. આજે તમામ આરોગ્ય કર્મચારીઓને તાલીમ આપવામાં આવી છે. 2.74 હાજર અસરકારક ડ્રગ ઉપલબ્ધ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 300થી 400 દર્દીઓનો વધારો થયો છે. ભયનું વાતાવરણ ઉભુ કરવાનો પ્રયાસ કેટલાક લોકો દ્વારા વારંવાર કરવામાં આવે છે. H3N2 વાયરસ H1N1 ફેમિલીનો જ વાયરસ છે.
નોંધનીય છે કે, H3N2 વાઇરસથી ગ્રસ્ત દર્દીઓમાં તાવ, શરદી, ખાંસી, ગળાની તકલીફો, કળતર, ઊલટી અને ડાયરિયા જેવાં લક્ષણો જોવા મળે છે. દેશમાં H3N2 ઈન્ફલ્યુએન્ઝાનું જોખમ વધી રહ્યું છે. શુક્રવારે આ વાયરસથી પ્રથમ મૃત્યુની પુષ્ટિ થઈ હતી. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર બે લોકોએ જીવ ગુમાવ્યો છે. કર્ણાટક અને હરિયાણામાં એક-એક વ્યક્તિનું મોત થયું છે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પણ શુક્રવારે આ અંગે એક બેઠક યોજી હતી. તેમણે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી હતી. તેમણે કહ્યું કે રાજ્યોને એલર્ટ રહેવા અને પરિસ્થિતિ પર નજીકથી દેખરેખ રાખવા માટે એડવાઈઝરી જારી કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર પરિસ્થિતિનો સામનો કરવા માટે રાજ્યો સાથે મળીને કામ કરી રહી છે અને સ્વાસ્થ્ય માટેના તમામ પગલાં લેવા તૈયાર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે