ગુજરાતમાં પાટીલ નહિ બદલાય... ઝી 24 કલાકે સૌથી પહેલા આપ્યા હતા આ સમાચાર
CR Paatil Big Breaking : ભાજપ લોકસભાની ચૂંટણી પહેલાં 5 રાજ્યોના પ્રદેશ અધ્યક્ષોને બદલી રહી હોવાના સમાચાર વચ્ચે સૌથી મોટા સમાચાર એ છે કે, ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ નહિ બદલાય
BJP New State Presidents : લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી કે, પાંચ રાજ્યોના પ્રદેશ અધ્યક્ષ બદલાશે. ત્યારે આજે ભાજપે ચાર રાજ્યોમાં નવા પ્રદેશ અધ્યક્ષની જાહેરાત કરી દીધી છે. પરંતું સીઆર પાટીલ અંગે કોઈ ખુલાસો કરવામા આવ્યો નથી. તેથી ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ નહિ બદલાય તે સાબિત થઈ ગયું છે. ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ તરીકે સીઆર પાટીલ યથાવત રહેશે. સૌથી પહેલા ઝી 24 કલાકે આ અંગે સમાચાર આપ્યા હતા કે, ગુજરાતમાં પાટીલ નહિ બદલાય. ત્યારે સીઆર પાટીલ લોકસભા ચૂંટણી સુધી ગુજરાતમાં જ રહેશે.
ચાર રાજ્યોના પ્રદેશ પ્રમુખની જાહેરાત
4 રાજ્યોમાં ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષની જાહેરાત કરવામાં આવી છે. જેમાં આંધ્રપ્રદેશના નવા ભાજપ અધ્યક્ષ ડી પુરંદેશ્વરી બનાવાયા છે. ઝારખંડમાં ભાજપની કમાન બાબુલાલ મરાંડીને સોંપાઈ છે. સુનીલ ઝાખડને પંજાબના નવા પ્રદેશ અધ્યક્ષ બનાવાયા છે. તો જી કિશન રેડ્ડી તેલંગાણાના પ્રદેશ અધ્યક્ષ બનાવાયા છે. ત્યારે ગુજરાત માટે નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત કરીને આડકતરી રીતે ભાજપે સાબિત કરી દીધુ કે, ગુજરાતમાં પાટીલ નહિ બદલાય. ગુજરાતના પ્ર સીઆર પાટીલની આગેવાનીમાં ગુજરાતમાં લોકસભાની ચૂંટણી લડાશે. ગઈકાલે સોમવારે ZEE 24 કલાકે આ સમાચાર પ્રસારિત કર્યા હતા. પાટીલ લોકસભા ચૂંટણી સુધી ગુજરાતમાં જ રહેશે એ નક્કી છે.
ગુજરાતમાં પાટીલન બદલવાનું ભાજપે રિસ્ક ન લીધું
લોકસભાની ચૂંટણી પહેલાં કેટલાક રાજ્યોના નેતૃત્વમાં ફેરફાર કરવાની ભાજપની તૈયારી ચાલી રહી હતી. જોકે, ગુજરાતમાં સીઆરપાટીલ બદલાય તેવી સંભાવના નહિવત હતી તે પહેલેથી જ ચર્ચાતુ હતું. પરંતુ તેની શક્યતાઓ નહિવત લાગતી હતી. ગુજરાતમાં સીઆર પાટીલ પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ ભાજપ વધુ મજબૂત બન્યું છે. લોકસભાની ચૂંટણી સમયે ભાજપના 26 માંથી 26 લોકસભાની સીટ જીતવાના લક્ષ્યાંક વચ્ચે પાટીલને ભાજપ દિલ્હી લઈ જવાનું રિસ્ક લે તેવી શક્યતા ઓછી હતી. દેશમાં 5 રાજ્યોના નવા પ્રદેશ પ્રમુખો જાહેર થાય તો પણ ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષ બદલાય તેવી શક્યતા નહિવત હતી. એટલે ભલે 4 રાજ્યના પ્રમુખો બદલાય પણ, સીઆર પાટીલ નહિ બદલાય. કારણ કે સીઆર પાટીલની કામગીરીથી હાઈકમાન ખુશ હતા. આ કારણે ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષ નહીં બદલાય અને ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સીઆર પાટીલના અધ્યક્ષપદ હેઠળ જ લડાય તેવી સંભાવનાઓ વધુ હતી. તેમજ મોદી સરકારના કેબિનેટ મંત્રીમંડળમાં ફેરફાર થવાની સંભાવનાઓ વચ્ચે ભાજપ પાટીલને દિલ્હી લઈ જઈ 156 સીટોની જીતનો શિરપાંવ આપે તેવી શક્યતાઓ પણ ચર્ચાઈ રહી હતી, પણ પાટીલને દિલ્હી ખસેડી ગુજરાત ભાજપમાં સખળ ડખળ ચાલું થાય તેવા ડરે હાઈકમાન રિસ્ક નહીં લે તેવી વાત પણ એટલી જ સાચી હતી. આથી ભાજપે આખરે ફરીથી પાટીલના નામ પર મહોર મારી છે.
ભાજપ જે ચાર રાજ્યોમાં પ્રદેશ પ્રમુખ બદલ્યા છે, તેમાં તેલંગાણા, પંજાબ, મધ્યપ્રદેશ અને કર્ણાટકનો સમાવેશ થાય છે.