Porbandar News પોરબંદર : ગુજરાતમાં ફરી એકવાર મોટી આતંકી હિલચાલ થઈ છે. ફરી એકવાર રાજ્યમાં આતંકવાદી સંગઠન ISIS મોડ્યુલનો પર્દાફાશ થયો છે. ગુજરાત એટીએસ દ્વારા મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું. જેના બાદ પોરબંદરથી એક મહિલા સહિત ચાર લોકોની અટકાયત કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ચારેય આતંકી સંગઠન ISIS ના સભ્યો હતા. આ માટે ડીઆઈજી દિપેન ભદ્રન સહિતના કાફલો પોરબંદર પહોંચ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોરબંદરમાં પાર પાડ્યું ગુપ્ત ઓપરેશન
ગુપ્ત માહિતીના આધારે ગુજરાત એટીએસએ પોરબંદરમાં આ ઓપરેશન પાર પાડ્યુ હતું. પોરબંદરમાં ફરી એકવાર આતંકી સંગઠનનો પર્દાફાશ થયો છે. મળતી માહિતી મુજબ, પોરબંદરમાં શુક્રવાર સવારથી ATSની ટીમ પહોંચી હતી. જેમાં  ATSના ઇન્સ્પેકટર જનરલ દીપન ભદ્રન પણ સામેલ હતા. વહેલી સવારે ચાર લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. 


આજથી ગુજરાતમાં તોફાની પવન સાથે વરસાદની આગાહી, વાવાઝોડાની અસર શરૂ


ચારેય લોકો પર નજર રાખવામા આવી રહી હતી 
ગુજરાત એટીએએસ એ ફરી રાજ્યમાં ISIS મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. એક મહિલા સહિત ચાર લોકોને પોરબંદરથી પકડ્યા છે. જ્યારે અન્ય એક શખ્સને પકડવા માટે ટીમ છાપામારી કરી રહી છે. સુમેરા નામની મહિલાની સુરતથી અટકાયત કરવામાં આવી છે. આ નેટવર્ક ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ ફેલાયેલું હોવાનું બાતમી મળી છે. ચારેય લોકો ISIS ના સક્રિય ગ્રૂપ મેમ્બર હતા. છાપામારી દરમિયાન અનેક પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી છે. ચારેય ISIS સાથએ જોડાઈને ભાગાવની ફિરાકમાં હતા. ગત એક વર્ષથી તમામ લોકો એકબીજાના સંપર્કમાં હતા અને સીમાપારના તેમના આકાઓના ઈશારાઓ પર રેડિકલાઈઝ થયા હતા. ડીઆઈજી દીપેન ભદ્રન અને એસપી સુનિલ જોશીની આગેવાનીમાં મોડી રાતથી પોરબંદરમાં ઓપરેશન ચાલી રહ્યુ હતું. ગત કેટલાક સમયથી એટીએસને ઈનપુટ મળ્યા હતા, જેના બાદ તમામ આરોપીઓને આઈડેન્ટિફાઈ કરાયા હતા. તમામ પર લાંબા સમયથી નજર રાખવામા આવી રહી હતી. 


મેડિકલમાં એડમિશનના નિયમો બદલાયા, NEET પરીક્ષામાં કરાયા આ મોટા બદલાવ


આતંકવાદી કનેક્શન ધરાવતી મહિલાની સુરતથી અટકાયત
તો સાથે જ આતંકવાદી સંગઠન આઈએસકેપી સાથે સંપર્ક ધરાવતી મહિલા સુરતમાંથી ઝડપાઈ છે. એટીએસ દ્વારા પોલીસની મદદથી લાલગેટ વિસ્તારમાંથી મહિલાની અટકાયત કરી છે. આ મહિલાને પોરબંદર લઈ જવાઈ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આ મહિલાના દક્ષિણ ભારતમાં લગ્ન થયા છે. મહિલાના પરિવારના એક સભ્ય સરકારી કર્મચારી છે. ગુજરાત એટીએસ દ્વારા પોરબંદરમાંથી આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ ખુરાશન પ્રોવિન્સ સાથે જોડાયેલા અન્ય 3 ની અટકાયત કરાઈ હતી. ત્રણેયની પૂછપરછમાં મહિલાના નામનો ખુલાસો થયો હતો. સુરતની આ મહિલા પાસેથી ચાર મોબાઇલ પણ મળ્યા હોવાનું જાણવા મળ્યું છે.


મોડી રાતે વાવાઝોડાએ દિશા બદલતા ગુજરાત પર સંકટ વધ્યું, ગુજરાતથી બસ આટલે જ દૂર છે


પોરબંદરમાં ચર્ચા શરૂ 
પોરબંદરમાં આજે વહેલી સવારે એટીએસના આઈજી દીપન ભદ્રન સહિતના ઉચ્ચ અધિકારીઓએ ધામા નાખ્યા હતા. અનેક ગાડીઓ ભરાઈને એક આખી ટીમ પોરબંદર એસોજીની ઓફિસે આવી પહોંચી હતી. આ ઉપરાંત વધુ માહિતી હજી સામે આવશે.