મોડી રાતે વાવાઝોડાએ દિશા બદલતા ગુજરાત પર સંકટ વધ્યું, ગુજરાતથી બસ આટલે જ દૂર છે હવે

Gujarat Weather Forecast : બિપોરજોય વાવાઝોડું હવે ગુજરાતના દરિયાકાંઠાથી માત્ર 640 કિલોમીટર દૂર.. છેલ્લા 6 કલાકમાં ચક્રવાત 11 કિમિ પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-ઉત્તરપૂર્વ દિશા તરફ આગળ આગળ વધ્યું છે... આજથી 15 જૂન સુધી જોવા મળશે વાવાઝોડાની અસર
 

મોડી રાતે વાવાઝોડાએ દિશા બદલતા ગુજરાત પર સંકટ વધ્યું, ગુજરાતથી બસ આટલે જ દૂર છે હવે

Ambalal Patel Prediction અર્પણ કાયદાવાલા/અમદાવાદ : બિપરજોય વાવાઝોડાએ પોતાની દિશા બદલતા હવે ગુજરાત પર સંકટ વધ્યું છે. ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કાંઠે ચિંતા વધી ગઈ છે. વાવાઝોડું વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં બદલાયું છે. હાલ વાવાઝોડું પોરબંદરના દરિયાકિનારાથી 640 કિલોમીટર દૂર છે. ત્યારે આજથી વાવાઝોડું વધુ ઝડપથી આગળ વધે તેવી શક્યતા છે. હવામાન વિભાગે આગાહીમાં જણાવ્યું કે, આગામી 24 કલાકમાં વાવાઝોડું વધુ મજબૂત થઈ શકે છે. દક્ષિણપૂર્વી અરબી સમુદ્રમાં ઉદભવેલુ ચક્રવાત બિપરજોય વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ તરીકે આગળ વધી રહ્યું છે .

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, સાયક્લોન બિપરજોયે પોતાની દિશા બદલતા ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કાંઠે ચિંતા વધી. છેલ્લા 6 કલાકમાં ચક્રવાત 11 કિમિ પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-ઉત્તરપૂર્વ દિશા તરફ આગળ આગળ વધ્યું છે. ધીમી ગતિએ પૂર્વમધ્ય અરબી સમુદ્રમાં ચક્રવાત આગળ વધી રહ્યું છે. સવારે 6 વાગ્યા ની સ્થિતિએ ચક્રવાત હાલ પોરબંદર દક્ષિણ-દક્ષિણપશ્ચિમ કિનારેથી દરિયામાં 640 કિમિ દૂર છે. ધીમી ગતિએ ગુજરાતના દરિયા કાંઠાની નજીક બિપોરજોય આવી રહ્યું છે. ત્યારે હવે તેની અસર દેખાવાની શરૂઆત થશે.

આગામી 10 થી 14 જૂન દરમ્યાન ગુરાતના દરિયા કાંઠે ભારે પવન ફૂંકાઈ શકે છે. 10 જૂને 30 થી 55 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તો 11 જૂને 60 કિમિ પ્રતિ કલાક, 12 જૂને 65  કિમિ અને 13-14 જૂને 70 કિમિ પ્રતિ કલાકની અને તેથી પણ વધુ ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 10 જૂને સૌરાષ્ટ્ર અને કચ્છ નો દરિયાકાંઠો તોફાની બની શકે છે. 11 થી 14 જૂને  ગુજરાતના કિનારે દરિયો અતિ તોફાની બની શકે છે. 10 થી 15 જૂન દરમ્યાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ આવી શકે છે. 15 જૂન સુધી ગુજરાતના માછીમારીએ દરિયામાં ન જવા સૂચના અપાઈ છે. 

વાવાઝોડું કેવું છે
સંપૂર્ણ ચક્રવાતનો બાહ્ય ઘેરાવો દરિયામાં 500 કીમોમીટર કરતા પણ વધુનો છે. જયારે ચક્રવાતના કેન્દ્રબિંદુનો ઘેરાવો અંદાજે 50 કિલોમીટરનો છે. માછીમારોને દક્ષિણપૂર્વી અને નજીકના પૂર્વિમધ્ય અરબી સમુદ્રમાં ન જવા અને જે માછીમારો દરિયામાં હોય એમને પરત આવવા પણ સૂચના અપાઈ છે. તો સાથે જ રાજ્યના તમામ બંદરો પર બે નમ્બરના સિગ્નલ લગાવવામાં આવ્યા છે. ચક્રવાતે દિશા બદલતા હવામાન વિભાગ અને રાજ્ય સરકાર સતત વક્રવાતની મુવમેન્ટ પર નજર રાખી રહ્યા છે. આ કારણે બીજી તરફ બંગાળની ખાડીમાં પણ લો પ્રેશર સર્જાયું છે. હવાનું હળવું દબાણ વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થયું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news