Uniform Civil Code : ચૂંટણી પહેલા BJP નો માસ્ટરસ્ટ્રોક, ગુજરાત સરકાર લાવશે યુનિફોર્મ સિવિલ કોડ
Gujarat Elections : ગુજરાતમાં યૂનિફોર્મ સિવિલ કોડ લાવવા રાજ્ય સરકારની તૈયારી... આજની કેબિનેટ બેઠક બાદ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી કરી શકે છે જાહેરાત... યૂનિફોર્મ સિવિલ કોડના અમલીકરણ અંગે બનાવવામાં આવશે કમિટી....
બ્રિજેશ દોશી/ગાંધીનગર :ગુજરાત સરકાર આજે અંતિમ કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય લેવા જઈ રહી છે. આજની કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકાર પ્રસ્તાવ લાવશે. ઉત્તરાખંડની જેમ ગુજરાતમાં સરકાર યુનિફોર્મ સિવિલ કોડ માટે સમિતિ બનાવાશે. જેમાં નિવૃત્ત હાઈકોર્ટ જજની અધ્યક્ષતામાં કમિટી બનશે. યુનિફોર્મ સિવિલ કોડના અમલીકરણ અંગે કમિટિ અહેવાલ આપશે. બપોરે કેબિનેટ બાદ ગૃહરાજ્ય મંત્રી તેને સત્તાવાર જાહેરાત કરી શકે છે.
યુનિફોર્મ સિવિલ કોડ શું છે?
- ભારતમાં રહેતા દરેક લોકો માટે એકસમાન કાયદો
- કાયદાની નજરમાં બધા એકસમાન હશે
- લગ્ન, છૂટાછેડા, દત્તકના નિયમ એકસરખા હશે
- ઉત્તરાધિકાર, વારસા વગેરેમાં નિયમ એકસમાન રહેશે
- દરેક સમુદાયના લોકો માટે સમાન નાગરિક સંહિતા લાગુ થશે
- લગ્ન, છૂટાછેડા અને જમીનના ભાગલામાં એક જ કાયદો લાગુ થશે
યુનિફોર્મ સિવિલ કોડથી શું ફાયદો થશે
- વિવિધ ધર્મના અલગ કાયદાથી ન્યાયપાલિકા પર બોજ પડે છે
- કોર્ટમાં પેન્ડિંગ કેસનો ઝડપથી નિકાલ થશે
- તેનાથી મુસ્લિમ મહિલાઓની સ્થિતિ શાનદાર બનશે
- બધા માટે એક કાયદો થશે તો એકતાને સમર્થન મળશે
- દરેક ભારતીય પર એક સમાન કાયદો લાગુ થવાથી રાજનીતિમાં ફેરફાર આવશે
- નિયમ લાગુ થવાથી ધાર્મિક માન્યતાઓનો અધિકાર નહીં છીનવાય