ઝી બ્યુરો/ગાંધીનગર: આવતીકાલે શાળાઓમાં મોહરમની રજા જાહેર કરાઈ ચુકી છે ત્યારે બીજીતરફ શાળા ચાલુ રાખવા એક પરિપત્ર જાહેર કરાયો છે. કેન્દ્ર સરકારે 24 જુલાઈનાં રોજ પરિપત્ર કરી શાળાઓ 29 જુલાઈએ ચાલુ રાખવા જાણ કરી હતી, જો કે શિક્ષણ વિભાગ તરફથી 28 જુલાઈએ પરિપત્ર જાહેર કરાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારે કરી! એસ.કે.લાંગા પ્રકરણનો રેલો એક કેબિનેટ પ્રધાનની ઓફિસ સુધી પહોંચ્યો, હવે થઈ..


નિયામક દ્વારા તમામ DEOઓને પત્ર લખી આવતીકાલે શાળા ચાલુ રાખવા આદેશ આપી દેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારનાં નોટીફિકેશન બાદ રાજ્યનાં શિક્ષણ વિભાગે આજે પરિપત્ર જાહેર કર્યો છે. નવી શિક્ષણ નીતિનાં 3 વર્ષ પૂર્ણ થતા હોવાથી પીએમ મોદી 'અખિલ ભારતીય શિક્ષા સમાગમ'નું ઉદઘાટન કરશે. 


આણંદમાં કરોડોનું ફુલેકુ ફેરવી મહિલા વિદેશ તો ભાગી ગઈ, પણ એક ભૂલના કારણે પકડાઈ ગઈ!


29 જુલાઈએ 9 થી 12 દરમિયાન શાળાઓ ચાલુ રાખી વિદ્યાર્થીઓ, શિક્ષકોને જીવંત પ્રસારણ નિહાળવા, ત્યારબાદ બપોરે 2 વાગે સુધી પત્રક ભરી સોફ્ટ કોપી ઇ-મેઇલ કરવા આદેશ કરાયો છે. આવતીકાલે મોહરમ હોવાથી અનેક સ્કૂલોમાં અગાઉથી જ રજા જાહેર કરાઈ ચુકી છે. 


ગુજરાતમાં કોચિંગ ક્લાસ પર મોટી તવાઈ! GST વિભાગે 31 ઠેકાણેથી 20 કરોડના બે હિસાબી...