ભારે કરી! એસ.કે.લાંગા પ્રકરણનો રેલો એક કેબિનેટ પ્રધાનની ઓફિસ સુધી પહોંચ્યો, હવે થઈ હકાલપટ્ટી

ગાંધીનગર પૂર્વ કલેકટર એસ કે લાંગા સામેની ચાલી રહેલ તપાસમાં અજયસિંહ ઝાલાનું નામ આવતાં આ નિર્ણય લેવાયો છે. એસ.કે. લાંગાના કાર્યકાળ દરમિયાન અજયસિંહ DCLR હતા.

ભારે કરી! એસ.કે.લાંગા પ્રકરણનો રેલો એક કેબિનેટ પ્રધાનની ઓફિસ સુધી પહોંચ્યો, હવે થઈ હકાલપટ્ટી

ઝી બ્યુરો/ગાંધીનગર: શિક્ષણ મંત્રી APS અભયસિંહ ઝાલાને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. શિક્ષણમંત્રી કાર્યાલયના અધિક અંગત સચિવ અજયસિંહ ઝાલાને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. જી હા.. ગાંધીનગર પૂર્વ કલેકટર એસ કે લાંગા સામેની ચાલી રહેલ તપાસમાં અજયસિંહ ઝાલાનું નામ આવતાં આ નિર્ણય લેવાયો છે. એસ.કે. લાંગાના કાર્યકાળ દરમિયાન અજયસિંહ DCLR હતા. શિક્ષણમંત્રી કુબેર ડીંડોરની ઓફિસમાં APS તરીકે અભયસિંહ ઝાલા ફરજ બજાવતા હતા. તમને જણાવી દઈએ કે જમીન કૌભાંડમાં એસ.કે. લાંગાની ધરપકડ થઈ છે. 

હવે લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે એસ.કે.લાંગા પ્રકરણમાં તપાસનો રેલો એક કેબિનેટ પ્રધાનના અંગત સ્ટાફ સુધી પહોંચ્યો? આ સવાલના જવાબમાં એવું કહી શકાય કે આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરની ઓફિસમાં APS તરીકે અભયસિંહ ઝાલા ફરજ બજાવી રહ્યા છે. પરંતુ ગાંધીનગર પૂર્વ કલેકટર એસ કે લાંગા સામેની ચાલી રહેલ તપાસમાં તેમનું નામ સામે આવતા અધિક અંગત સચિવ તરીકે ફરજ બજાવતા અજ્યસિંહ આર. ઝાલાની સીનીયર સ્કેલ, વર્ગ-1ની પ્રતિનિયુક્તિની સેવાઓ પરત લેવાઇ છે.

સિંગલ ઓર્ડરથી કરાયો અમલ
એસ.કે.લાંગા જ્યારે કલેક્ટર હતા તે સમયે કલેક્ટર કચેરીમાં અજય સિંહ ઝાલા ડીસીએલઆર તરીકે ફરજ બજાવતા હતા. પરંતુ લાંગા કેસની તપાસ કમિટીના અધ્યક્ષ વિનય વ્યાસાએ સરકારને સોંપેલા રિપોર્ટમાં તેમનું નામ હતું. પરંતુ એફઆઇઆર દાખલ થવા સમયે એ નામની એફઆઇઆર દાખલ થઇ નહોતી. ત્યારબાદ વિનય વ્યાસાએ જીએડીને સોંપેલા અડીશનલ રિપોર્ટમાં ફરીથી અમુક નામોનો ઉલ્લેખ કરાયો હતો. જેની સામે અંદર ખાને તપાસનો ધમધમાટ શરુ થયો હતો કેમ તે ચર્ચાઈ રહ્યું હતું.

સચિવાલયમા ચર્ચાનું બજાર ગરમ
આખરે સરકારે એક એપીએસની તાત્કાલિક ધોરણે ફરજ મુક્તિનો ઓર્ડર કેમ કરવો પડ્યો તે સચિવાયલયમાં આ ચર્ચાએ જોર પકડ્યું છે. શું આ સિંગલ ઓર્ડર પાછળ વિનય વ્યાસા રિપોર્ટ કનેકશન છે કે નહીં તેની ચર્ચાઓ ચાલી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news