ગુજરાત વિધાનસભામાં મોટા બદલાવ : ધારાસભ્યોની સીટ પાસે મૂકાશે ટેબલેટ, કોઈ કાગળ વ્યવહાર નહિ થાય
Shankar Chaudhary : સપ્ટેમ્બરમાં વિધાનસભાનું સત્ર મળે ત્યારે ઈ-વિધાન લાગુ કરવાની ગણતરી છે... હાલ ગુજરાત વિધાનસભા હાલ પેપરલેસ બનાવવાની કામગીરી ચાલુ રહી છે
Gujarat Vidhansabha E-Vidhan હિતલ પારેખ/ગાંધીનગર : ગુજરાત વિધાનસભામાં મોટા બદલાવ આવી રહ્યાં છે. ગુજરાત વિધાનસભા પેપરલેસ અને ડિજિટલ બનશે. આ માટે તમામ ધારાસભ્યો માટેની સીટીંગ વ્યવસ્થા પર જ ટેબલ પર ટેબ્લેટ લગાવાશે. તમામ ધારાસભ્યોએ ગૃહમાં ઓનલાઇન જ કામગીરી કરવાની રહેશે. નવા બિલ, મેજ પર મૂકવાના કાગળ વગેરે ઓનલાઇન સીધા ધારાસભ્યના ટેબલેટ અથવા લેપટોપ પર જ મળશે. સપ્ટેમ્બર મહિનામાં મળનારા ચોમાસા સત્રમાં વિધાનસભાને પેપરલેસ બનાવવામાં આવશે. ધારાસભ્ય ટેબ્લેટ દ્વારા પ્રશ્ન પૂછી શકે અને પત્ર વ્યવહાર ઓનલાઈન થઈ શકશે. ધારાસભ્ય ફાઈલ પણ ઓનલાઈન ટેબ્લેટથી મૂકી શકશે. ધારાસભ્યોને ટેબ્લેટ થકી કામગીરીની તાલીમ આપવામાં આવશે. ઉત્તર પ્રદેશ વિધાનસભામાં હાલ આ પ્રકારે ટેબલેટ લગાવેલા છે.
ગુજરાત વિધાનસભામાં આવી રહેલા આ બદલાવ અંગે કોંગ્રેસના ધારાસભ્યોએ માંગ કરી છે. કોંગ્રેસના અમિત ચાવડાએ માંગણી કરી કે, વિધાનસભા ઓનલાઈન થાય એ સારું છે. અમારી માંગણી છે કે વિધાનસભાની કાર્યવાહી પણ ઓનલાઇન કરવી જોઈએ. બધાને ખબર પડે ધારાસભ્યો શું બોલે છે કેવા વિષયો ક્યા પ્રશ્નો પૂછે છે. અત્યાર સુધી અમારા પ્રશ્નો રદ થાય તો ઘરે કાગળ ઘણો મોડો આવતો હતો. હવે આ ટેકનોલોજીના કારણે અમને તરત માહિતી મળે એવી આશા રાખીએ છીએ.
Tomato Price Fall : ઘટી ગયા ટામેટા અને શાકભાજીના ભાવ, ટામેટાનો ભાવ સીધો આટલો થયો
તો આ સિસ્ટમ અંગે વિધાસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું કે, લોકશાહીનુ રક્ષણ કરવુ અધ્યક્ષ તરીકે મારી જવાબદારી છે. એક પેડ ધારાસભ્યોને ઘરે પણ આપવાનું છે. ધારાસભ્યો ઘરે પણ અભ્યાસ કરી શકે તેવી વ્યવસ્થા થશે. હાજરી પત્રકમા સહી કરવાની જરૂર નથી. ફેસ લોક રાખવામાં આવ્યુ છે એટલે અન્ય કોઈ ધારાસભ્યનું પેડ અન્ય ઉપયોગમાં નહી થઈ શકે. કેટલો સમય ગૃહમાં ક્યા ધારાસભ્ય બોલે છે તે પણ દેખાશે. મતદાન પણ ઓનલાઇન થઈ શકે તેવી સરળ વ્યવસ્થા છે. પબ્લિક, સરકાર અને સચિવાલય વિધાનસભા તમામને સાંકળી લેવાઈ છે.
આર્મી ઓફ મહેંદી ગ્રૂપના નેટવર્કનો પર્દાફાશ : વિધર્મી કપલને કરતા હતા ટાર્ગેટ
બનાસ ડેરીમાં નવા મુકામ હાંસિલ કર્યા બાદ ગુજરાત વિધાનસભાના હોદ્દા પર પણ શંકરભાઈ નવો આઈડિયા લાવી રહ્યા છે. હાલમાં તેઓ "E-વિધાન" નામના ડ્રીમ પ્રોજેક્ટ પર દિવસ-રાત જહેમત ઊઠાવી રહ્યા છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત વિધાનસભાને પેપરલેસ બનાવવાની તેમની નેમ છે. જો આ પ્રોજેક્ટ સફળ થશે તો ભાજપશાસિત અન્ય રાજ્યો પણ તેનું અનુકરણ કરશે. સપ્ટેમ્બરમાં વિધાનસભાનું સત્ર મળે ત્યારે ઈ-વિધાન લાગુ કરવાની ગણતરી છે.
ગુજરાતમાં વરસાદનો પાંચમો રાઉન્ડ પણ ફેલ જશે, નબળા ચોમાસાની છે ભયાનક આગાહી
ગુજરાત વિધાનસભાને પેપરલેસ બનાવવા માટે તમામ ડેટા ડિજિટલાઈઝ્ડ થાય એ માટે અધિકારીઓની ફોજને તેઓ માર્ગદર્શન આપી રહ્યા છે. આગામી સપ્ટેમ્બર માસથી પેપરલેસ વિધાનસભાની તેમની નેમ છે. જો આ પ્રોજેક્ટ સફળ થશે તો નવા આઈડિયાના અમલીકરણ માટે શંકર ચૌધરી વધુ એક વાર વડાપ્રધાનની અપેક્ષા પર ખરાં ઉતરશે. તો એમને નવો શિરપાવ શું મળશે? રાજ્યનું મુખ્યમંત્રીપદ, પ્રદેશનું અધ્યક્ષપદ કે પછી કેન્દ્રમાં તેમને લઈ જવાશે આ દરેક સવાલના જવાબ તો સમય આપશે, પણ હાલ તો આ સવાલો રાજકીય વર્તુળોમાં ટોકિંગ પોઈન્ટ બન્યાં છે.
જો હાથમાં આ કાગળ હશે તો તેમને અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવતા કોઈ રોકી નહિ શકે