ગુજરાતમાં વરસાદનો પાંચમો રાઉન્ડ પણ ફેલ જશે, નબળા ચોમાસાની છે ભયાનક આગાહી

Gujarat Weather Forecast :  દસ વર્ષમાં ઓગસ્ટ મહિનામાં સૌથી ઓછો વરસાદ પડ્યો છે... ઓગસ્ટ મહિનામાં અત્યાર સુધીનો રેકોર્ડબ્રેક વરસાદ ઓછો પડ્યો છે... આ માટે નબળું ચોમાસુ કારણભૂત માનવામાં આવી રહ્યું છે...

ગુજરાતમાં વરસાદનો પાંચમો રાઉન્ડ પણ ફેલ જશે, નબળા ચોમાસાની છે ભયાનક આગાહી

Ambalal Patel Monsoon Prediction : રક્ષાબંધનનો તહેવાર બુધવારના રોજ છે. તો ઘરની બહાર જતા પહેલા જાણી લો કે આવતા સાત દિવસ સુધી ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે? અમદાવાદ હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં બે દિવસમાં કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. જે બાદ ફરી વાતાવરણમાં પલટો આવશે અને વરસાદનું પ્રમાણ એકદમ ઓછું થઇ જશે. આ સાથે તેમણે જણાવ્યુ કે, બે દિવસ બાદ તાપમાનમાં પણ બેથી ત્રણ ડિગ્રીનો વધારો થવાની આગાહી કરવામાં આવી છે. 

જુલાઈમાં જે વરસાદ વરસ્યો તેના બાદથી ગુજરાતમાં સારો કહી શકાય તેવો વરસાદ આવ્યો નથી. ઓગસ્ટ મહિનો તો આખો કોરો રહ્યો. હવે લોકો સપ્ટેમ્બરમાં ચોમાસાના પાંચમા રાઉન્ડની રાહ જોઈને બેસ્યા હતા. પરંતું હવે લોકોના અરમાનો પર પાણી ફરી વળશે, કારણ કે આગામી 5 દિવસ ગુજરાતમાં વરસાદની કોઈ આગાહી નથી. આગામી સાત દિવસમાં વરસાદનું પ્રમાણ લગભગ નહિવત છે. 

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, આ દિવસોમાં માત્ર હળવા વરસાદની આગાહી છે. જેમાં ડાંગ, વલસાડ, દમણમાં હળવા વરસાદની આગાહી છે. બનાસકાંઠામાં પણ હળવા વરસાદની આગાહી છે. પરંતું આ બાજુ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની શકયતા નહિવત છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે, આગામી એક સપ્તાહ સુધી કોઈ સિસ્ટમ સક્રિય નથી. આ દિવસોમાં ગુજરાતમાં વાતાવરણ સાવ સૂકુ રહેશે. ઓગસ્ટ મહિનામાં અત્યાર સુધીનો રેકોર્ડબ્રેક વરસાદ ઓછો પડ્યો છે. આ માટે નબળું ચોમાસુ કારણભૂત માનવામાં આવી રહ્યું છે. તાપમાનમાં બે થી ત્રણ દિવસનો વધારો થવાની આગાહી છે. દસ વર્ષમાં ઓગસ્ટ મહિનામાં સૌથી ઓછો વરસાદ પડ્યો છે. 94.5 ટકા વરસાદ ચાલુ વર્ષે ચોમાસામાં પડ્યો. 

ગુજરાતમાં ચાલુ અઠવાડિયામાં અને સપ્ટેમ્બરની શરુઆતમાં પણ સારા વરસાદની શક્યતાઓ નથી. સપ્ટેમ્બરની શરુઆતમાં વરસાદ અંગે કોઈ ચેતવણી કે ભારે વરસાદ અંગેનું એલર્ટ આપવામાં આવ્યું નથી. રાજ્યમાંથી એક તરફ વરસાદ ખેંચાયો છે ત્યારે ગરમીનું પ્રમાણ પણ વધવાની સંભાવનાઓ જોવાઈ રહી છે. જોકે, હાલ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ અને ભેજનું પ્રમાણ વધુ હોવાથી ગરમીનું પ્રમાણ વધ્યું નથી. આ સાથે સામાન્યથી વધુ તાપમાન થવાની સંભાવનાઓ હાલ જોવાઈ રહી નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news