હિતલ પારેખ, ગાંધીનગર: રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે નિયુક્ત થયેલા ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં તેમણે રાજ્યમાં તેમના નેતૃત્વની નવી સરકારની રચના માટેનો દાવો કરતો પત્ર સુપરત કર્યો હતો. ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) ની મુખ્યમંત્રી તરીકેની શપથવિધિ આજે બપોરે 2.20 વાગ્યે રાજભવન ખાતે યોજાશે. શપથવિધિ બાદ મંત્રી મંડલની રચનાને લઇને બેઠક યોજાશે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ, પ્રભારી ભૂપેન્દ્ર યાદવ તથા પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકાર ઉપસ્થિત રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મંત્રી મંડળ (New Cabinet) માં સામાજિક સમીકરણો, રાજકીય સમીકરણો પર ચર્ચા થશે. મંત્રી મંડળમાં નવા નામોને પણ સ્થાન મળી શકે છે. આજે સવારે શપથવિધિ પહેલાં નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિતિન પટેલ તથા વિજય રૂપાણી સાથે મુલાકાત કરી હતી. નવી સરકાર રચવા માટે નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અનુભવી વિજય રૂપાણીનું માર્ગદર્શન અને સહયોગ માગ્યો હતો. તો આ તરફ કાર્યકારી મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) દ્વારા સંપૂર્ણ સહયોગ આપવાની ખાત્રી આપવામાં આવી હતી. આજે બપોરે 2.20 વાગે ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના મુખ્યમંત્રી પદના શપથ લેશે. ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરના રાજભવનમાં શપથ લેશે.

Live: શપથ લેતા પહેલાં CM નિતિન પટેલને મળ્યા, નિતિન પટેલે મીડિયાને કહી આ મોટી વાત


આ શપથવિધિ સમારોહમાં ચાર રાજ્યોના મુખ્યમંત્રી હાજર રહેશે. જેમાં ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સામેલ છે. કર્ણાટકના સીએમ બસવરાજ બોમાઈ, અસમના સીએમ હિમંત બિસ્વા પણ હાજર રહેશે. આ ઉપરાંત હરિયાણાના સીએમ મનોહરલાલ ખટ્ટર પણ હાજર રહી શકે છે. 

Inside Story: સૌથી પાછળ રહીને પણ ગુજરાતના CM પદની રેસમાં કેવી રીતે આગળ નિકળ્યા ભૂપેન્દ્ર પટેલ


કોણ છે ભૂપેન્દ્ર પટેલ
દાદાના નામથી પ્રખ્યાત ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ (Anandiben Patel) ના વિશ્વાસુ ગણાય છે. તેઓ ઔડાના ચેરમેન રહી ચૂક્યા છે. તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન રહી ચૂક્યા છે. તેઓ કન્સ્ટ્ર્કશનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ભુપેન્દ્ર પટેલ કડવા પાટીદાર છે. પાટીદાર સમાજના મજબુત પકડ ધરાવતા નેતા છે. તેઓ ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્ય છે. 2017 વિધાનસભામાં ગુજરાતમાં સૌથી મોટા માર્જીનથી જીત્યા હતા. 2017માં 1,17,000 મતથી જીત પ્રાપ્ત કરી હતી. 1987 થી ભાજપ સાથે સંકળાયેલા છે ભુપેન્દ્ર પટેલ.

Patidar Andolan થી થયેલા નુકસાનને ભૂલી નહી ભાજપ, ભૂપેન્દ્ર પટેલને CM બનાવી એક તીર અનેક નિશાન સાધ્યા


અમદાવાદ (Ahmedabad) ના ઘાટલોડિયા વિસ્તારના ધારાસભ્ય હોવાની સાથે ભૂપેન્દ્ર પટેલની સંગઠન પર પકડ પણ મજબૂત છે. આ સાથે જ તેઓ ગૃહમંત્રી અમિત શાહના પણ ખાસ ગણાય છે. કહેવાય છે કે, કોર કમિટીની મીટિંગમાં વિજય રૂપાણીએ જ ભૂપેન્દ્ર પટેલના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેનુ અન્ય ધારાસભ્યોએ સમર્થન આપ્યુ હતું. જેના બાદ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube