ગુજરાતમાં કંઈક મોટું રંધાઈ રહ્યું છે, પીએમ મોદી વડસર ન જઈને સીધા રાજભવન કેમ ગયા
Gujarat Cabinet Expansion : પીએમ મોદીએ વડસર એરફોર્સ સ્ટેશનનો કાર્યક્રમ રદ કરીને રાજભવન જવાનું નક્કી કર્યું, અને રાજભવનમાં બેઠકોનો ધમધમાટ કર્યો, તેનાથી ફરી ગુજરાતના મંત્રીમંડળમાં મોટા ફેરફારની ચર્ચાઓ વહેતી થઈ
PM Modi Gujarat Visit : ગુજરાતમાં લાંબા સમયથી મંત્રીમંડળમાં મોટા ફેરફારની ચર્ચા ઉઠી રહી છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસથી ફરી એકવાર ગુજરાતના મંત્રીમંડળમાં ફેરફારની વાતો વહેતી થઈ છે. ગઈકાલે ગાંધીનગરમાં રાજભવનમાં એક એવી ઘટના બની જેને કારણે ફરીથી ગુજરાત ભાજપમાં કાનાફૂસી શરૂ થઈ ગઈ છે. આ ઉપરાંત પીએમ મોદીએ ગઈકાલે મોડી રાત સુધી રાજભવનમાં બેઠકોનો દોર ચલાવ્યો હતો.
આખરે એવું શું બન્યું
હાલ પીએમ મોદી બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે. રવિવારે સાંજે તેમનું આગમન અમદાવાદમાં થયું. ત્રીજીવાર પ્રધાનમંત્રી બન્યા બાદની તેમની આ પ્રથમ ગુજરાત મુલાકાત છે. પીએમ મોદી એરપોર્ટથી હેલિકોપ્ટર દ્વારા સીધા વડસર એરફોર્સ સ્ટેશન પર જવાના હતા. પરંતુ છેલ્લી ઘડીએ તેમનો કાર્યક્રમ રદ થયો હતો અને તેઓ રાજભવન ગયા હતા. ત્યારે મોદી વડસર ન જઈને રાજભવન પહોંચ્યા તે વિશે વિવિધ ચર્ચાઓ ઉઠી છે.
વરસાદ તો આવશે જ, વરસાદની સાથે વાવાઝોડું પણ આવશે, અંબાલાલ પટેલની આગાહી
રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે, ગુજરાત ભાજપમાં અંદરખાને કંઈક મોટું રંધાઈ રહ્યું છે. બીજી તરફ, પીએમ મોદીની ગુજરાત મુલાકાત મહત્વની ગણવામાં આવી રહી છે. આ મુલાકાત બાદ સંગઠન અને સરકાર પક્ષે અનેક મોટા ફેરફાર આવી શકે છે તેનુ જાણકારોનું માનવું છે. સૂત્રોનું કહેવું છે કે, ગુજરાતની વર્તમાન રાજકીય સ્થિતિ ડામાડોળ બની છે. સરકારના માથે અનેક મોરચે માછલા ધોવાઈ રહ્યાં છે. સરકારની કામગીરી પર સવાલો ઉઠ્યા છે. તો નેતાઓને પ્રજા વચ્ચે જાકારો મળી રહ્યો છે. આ જોતા હવે મોટાપાયે બદલાવ આવે તેવી શક્યતા છે. સાથે જ મંત્રીઓની નબળી કામગીરીના ધજ્જિયા ઉડી રહ્યાં છે. તેથી હવે નવા મંત્રીમંડળની રચના કરવામા આવી શકે છે.
ચર્ચા છે કે, ગુજરાતમાં ગમે તે ઘડીએ મંત્રીમંડળમાં ફેરફાર આવી શકે છે. રાજભવનમાં પણ મોડી રાત સુધી પીએમ મોદી સાથે બેઠકનો ધમધમાટ ચાલ્યો હતો. જેમાં સંગઠન અને સરકાર મુદ્દે ચર્ચા થઈ હોવાની વાતો પણ વહેતી થઈ છે. જોકે, ગુજરાત ભાજપમાં કેવા રાજકીય ફેરફાર આવે છે તે તો સમય આવ્યે ખબર પડશે.
અમદાવાદમાં આજે અને આવતીકાલે ભૂલથી પણ આ રસ્તાઓ પર ન નીકળતા, ગણેશ વિસર્જને કારણે બંધ