વરસાદ તો આવશે જ, વરસાદની સાથે વાવાઝોડું પણ આવશે, અંબાલાલ પટેલની આગાહી

Ambalal Patel Monsoon Prediction : ગુજરાતમાં ચોમાસા લગભગ વિદાય થવાનું હોય તેવું વાતાવરણ સર્જાયું છે. ભાદરવાનો તાપ શરૂ થયો છે. ગરમીનો પારો સતત વધી રહ્યો છે. જેથી લોકોને ઉનાળાના આરંભ જેવી ગરમીનો અનુભવ થવા માંડ્યો છે. વરસાદ નહીં પડવાના કારણે રાજ્યભરમાં ભાદરવાની ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. જ્યારે રાત્રીના સમયે આછી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. ત્યારે હવે વરસાદ ક્યારે આવશે તેની લોકો કાગડોળે રાહ જોઈ રહ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સપ્ટેમ્બરમાં વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી કરી દીધી છે. તેમણે આગાહી કરી કે, વરસાદ તો આવશે જ, સાથે વાવાઝોડું પણ આવશે.

સપ્ટેમ્બરના આ તારીખથી ફરી આવશે વરસાદ

1/4
image

અંબાલાલ પટેલે કહ્યું કે, રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી ઝાપટા પડતા ગ્રહોના જળદાયક નક્ષત્ર નાડીના યોગને જોતા 19 થી 22 સપ્ટેમ્બરના રાજ્યમાં વરસાદી ઝાપટા વધી શકે છે. 26 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યમાં વરસાદી ઝાપટા રહેશે. આ સમયે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટા રહી શકે છે. 16 મી સપ્ટેમ્બરે બનેલી સિસ્ટમ 18 સપ્ટેમ્બર આસપાસ ઉત્તર પશ્ચિમ ભારત તરફ આગળ વધશે. 

ઓક્ટોબરમાં વધુ એક વાવાઝોડું આવશે

2/4
image

ચોમાસાના વિદાય અંગે અંબાલાલે કહ્યું કે, 17 સપ્ટેમ્બર આસપાસ રાજસ્થાનના ભાગોમાં ચોમાસું વિદાય લેશે. જેથી તેના પશ્ચિમી પવનોનું જોર વધતા પૂર્વના પવનોને પાછળ ધકેલે છે. આ વર્ષે ગુજરાતમાં ચોમાસુ મોડું વિદાય લેશે. 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. આ સમયે પૂર્વનો પવન ફૂંકાશે. 10 થી 13 ઓક્ટોબર આસપાસ બંગળાના ઉપસગારમાં ચક્રવાતની શક્યતા છે.   

આ વર્ષે શિયાળો હાહાકાર મચાવશે 

3/4
image

તો આગાહીકારે આ વર્ષના શિયાળા માટે પણ ચોંકાવનારી આગાહી કરી છે. તેમણે કહ્યું કે, આ વખતે શિયાળો વહેલો શરૂ થશે. અલ નીનોની અસરના કારણે ભારત આસપાસનો દરિયો વધુ ઠંડો રહેશે. જેને કારણે 3 ડિસેમ્બરથી રાજ્યભરમાં ઠંડીનો કહેર વર્તાશે. 22 ડિસેમ્બરથી ઠંડીનો પ્રકોપ વધશે. આ વર્ષનો શિયાળો લાંબો પણ રહેશે. 

હવામાન વિભાગની આગાહી

4/4
image

હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે, આગામી 7 દિવસ ભારે વરસાદની સંભાવના નહિવત્ છે. માત્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવા વરસાદની સંભાવના છે. ધીરે ધીરે હવે વરસાદીની ગતિ ધીમી પડશે. રાજ્યમાં હાલ કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી છે. રાજ્યમાં ભેજનું પ્રમાણ વધતાં બફારો અનુભવાય છે.