bjp cleanliness drive on gujarat temples : આજે ધર્મસ્થાનો પર ભાજપનું મહાસફાઈ અભિયાનનો આરંભ કરાયો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલથી લઈને પ્રદેશ ભાજપ પ્રમુખે સફાઈ અભિયાન હાથ ધર્યું છે. સીઆર પાટીલ, મુખ્યમંત્રી અને ગુજરાત સરકારના મંત્રીઓ ગુજરાતના વિવિધ તીર્થસ્થાનો પર અભિયાનમાં જોડાયાછે. વિવિધ ધર્મસ્થાનો પર પ્રદેશ ભાજપના નેતાઓ ઉપસ્થિત રહેશે. 15થી વધુ ધર્મ સ્થળો પર વિવિધ મંત્રી હાજર રહી સફાઈ કરાવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધર્મસ્થાનો પર મહાસફાઈ અભિયાન આજથી શરૂ થયું છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ દ્વારા ગુજરાતના તીર્થસ્થાનો અને તેને જોડતા એપ્રોચ રોડની મહાસફાઈનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત મંત્રી મંડળના સભ્યો અને ભારતીય જનતા પાર્ટીના સભ્યો અભિયાનમાં જોડાયા છે. "ધર્મસ્થાનો પર મહાસફાઈ અભિયાન" અંતર્ગત આજે ગુજરાતમાં આવેલ વિવિધ પવિત્ર ધર્મસ્થાનો પર ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના નેતાઓ ઉપસ્થિત રહેશે. જેમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના સ્વચ્છતાના આદર્શ સંકલ્પોને આગળ વધારવા માટેનો પ્રયાસ કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણા અને આજ સંકલ્પ સાથે "ધર્મસ્થાનો પર મહાસફાઈ અભિયાન" અંતર્ગત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા ગુજરાતના તીર્થસ્થાનો અને તેને જોડતા એપ્રોચ રોડની મહાસફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. 


સુરત પોલીસની કામગીરીને સલામ, આકાશપાતાળ એક કરીને વેપારીનું ગુમ હીરાનું પેકેટ શોધ્યું


ગુજરાતભરના 15 થી વધુ ધર્મ સ્થળો પર વિવિધ મંત્રીએ સફાઈ અભિયાન હાથ ધર્યું. રાજકોટમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ બાલાજી હનુમાનજી મંદિરથી સફાઈ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. સીએમ સાથે સ્થાનિક સાંસદ, ધારાસભ્ય, આગેવાનો ઉપસ્થિત રહ્યાહ તા. તેઓએ બાલાજી મંદિરથી સવારે 9 વાગ્યે અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. તો યાત્રાધામોના સફાઈ અભિયાનમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર. પાટીલ પણ જોડાયા હતા. સુરતમાં પ્રસિદ્ધ અંબાજી મંદિર પરિસરમાં પાટીલે સફાઈ કરી હતી. જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સાથે અન્ય નેતાઓ પણ જોડાયા હતા. 


ડમી કાંડનો પર્દાફાશ કરનાર યુવરાજસિંહની મુશ્કેલી વધી, મોડી રાતે થઈ ધરપકડ


આજે સવારે 8 થી 10 કલાક સુધી "ધર્મસ્થાનો પર મહાસફાઈ અભિયાન" યોજાયું હતું. રાજ્યમાં 15 થી વધુ સ્થળ પર વિવિધ મંત્રી હાજર રહ્યા હતા. અમદાવાદમાં ભદ્ર મંદિર પર ગૃહ મંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. આ સમયે અમદાવાદના મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન અને કોર્પોરેટર પણ હાજર રહ્યા હતા. તમામ મહાનુભાવોએ ભદ્ર મંદિર પર સફાઈ કરી હતી.