Kutch News : કચ્છની વૈશ્વિક સ્તરે ઝળકેલી અજરખની કળાની ખ્યાતિ હવે ચોમેર પ્રસરશે. કારણ કે, કચ્છી કળા અજરખને GI ટેગ મળ્યું છે. 500 વર્ષ જૂની અજરખ કલાને જ્યોગ્રોફિક્લ ઈન્ડિકેશન મળતા હવે કચ્છના કલાકારો હરખાયા છે. છેલ્લાં 10 વર્ષોથી કલાકારો દ્વારા આ ટેગ મેળવવા પ્રયાસો કરાઈ રહ્યા હતા. ત્યારે આખરે હવે કચ્છી હસ્તકલાને નવી ઓળખ મળી છે. અમદાવાદમાં જીઆઈ રજિસ્ટ્રાર ઉન્નત પંડિતના હસ્તે અજરખપુર હસ્તકલા વિકાસ સંગઠનનું સન્માન કરાયુ હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લાંબા સમયથી ટેગ માટે પ્રયાસો ચાલુ હતા
વૈશ્વિક સ્તરે ઝળકેલી કળાઓના કારીગરોની ભૂમિ ગણાય છે. અનેક વર્ષો જૂની કચ્છની અજરખ બ્લોક પ્રિન્ટ હસ્તકળા આજે વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધ થઈ છે. અજરખ બ્લોક પ્રિન્ટ હસ્તકળાનાં કારીગરોની આવકમાં પણ વધારો થયો છે. પરંતુ સાથે જ આ કળાની નકલ પણ બજારોમાં વધી રહી હતી. તેથી કારીગરોએ આ કળાને GI ટેગ અપાવવા અરજી કરી હતી. આખરે કારીગરોની મહેનત સફળ થઈ છે. 


અમેરિકામાં ભયંકર મોટા અકસ્માતમાં 3 ગુજરાતી મહિલાઓના મોત, તમામ આણંદ જિલ્લાની


500 વર્ષ જૂની કળા
કચ્છની સૌથી પ્રખ્યાત હસ્ત કળા ગણી શકાય તેમ છે. બ્લોક દ્વારા થતી પ્રિન્ટ અજરખ પ્રિન્ટ ગણાય છે. હાલ કચ્છના અંદાજીત ૮૦૦થી વધુ કારીગરો આ હસ્તકળાના કામ સાથે સંકળાયેલા છે. કચ્છમાં ધમડકા અને ખાવડા વિસ્તારની વિશિષ્ટતા ગણાતી અજરખ પ્રિન્ટ બારમી સદીમાં મૂળ જેસલમેરમાંથી ઉત્પન્ન થઈ હોવાનું માનવમાં આવે છે. તેના છપાઈ કામમાં મુખ્યત્વે પરંપરાગત ભૌમિતિક ડિઝાઈન બ્લુ, લાલ અને કાળા રંગોમાં કરવામાં આવે છે. ઘણા વર્ષો સુાધી અજરખ પ્રિન્ટ સૃથાનિક માંગની જ વસ્તુ રહી હતી. પરંતુ હવે તેની માંગ વાધતી જાય છે. અજરખ પ્રિન્ટ બનાવવાની પદ્ધતિ બહુ લાંબી ગણાય છે. સૌ પ્રાથમ કુદરતી રંગાટ પ્રક્રિયામાં લપડ છે. સોડીયમ કાર્બાનેટ, દિવેલ તાથા અન્ય પ્રવાહી મીશ્રણમાં બોળીને ડિસ્ટારર્ડ કરવામાં આવે છે. ત્યાર બાદ વહેતા પાણીમાં તેને પુરી રીતે ધોઈને હરેડના મીશ્રણમાં બોળવામાં આવે છે. આ પ્રક્રિયા બાદ કાપડમાં કાળાશ આવતા તે છાપકામ માટે તૈયાર ગણાય છે. બીજા તબક્કામાં તેના પર અગાઉ બનાવેલા લાકડાના બ્લોક વડે છાપકામ કરવામાં આવે છે. સમગ્ર કાપડમાં તે જ બ્લોકાથી છાપકામ થાય છે. બન્ને બાજુ ડિઝાઈન કરવી હોય તો બ્લોકનો બીજો સેટ વાપરવામાં આવે છે. બે દિવસ તડકામાં સુકાવ્યા બાદ ત્રીજા તબક્કામાં છાપકામ થયેલા કાપડ પર રંગાટ કામ કરાવમાં આવે છે. કાપડમાં પાકા રંગને મજબુત કરવા તે ભીનુ હોય છે ત્યારે વહેતા પાણીમાં ધોવામાં આવે છે. છાપકામ સમયે લાલ રંગની જરૃરી હોય ત્યાં ફટકડી છાંટવામાં આવી હોવાને કારણે લાલ રંગ વધુ ઘેરો બને છે. 


કચ્છની વર્ષો જુની આવી અમૂલ્ય કારીગરીને સરકારે જીઆઈ ટેગ આપીને મોટી મદદ કરી છે. હવે કારીગરોને તેનું યોગ્ય વળતર અને રોજગાર મળી રહેશે.


લિફ્ટથી સાવધાન, સુરતમાં લિફ્ટ પડતા 4 ના હાડકાં તૂટ્યા, જામનગરમાં ફસાયેલા સગીરનું મોત