ગુજરાતમાં લોકડાઉનની લટકતી તલવાર વચ્ચે GSRTC નો મોટો નિર્ણય, વાંચી લેજો
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ખુબ જ વિપરિત થઇ રહી છે. દિવસેને દિવસે નવા નવા નિયંત્રણો લાવવામાં આવી રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા કોરોનાને કાબુમાં લેવા માટેના ભરપુર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો કે સરકાર તમામ મોરચે નિષ્ફળ નિવડી રહી છે તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં કોરોના બેકાબુ બની ચુક્યો છે. રોજનાં સરેરાશ 5 હજારથી વધારે કેસો આવી રહ્યા છે. તેવામાં જરૂરી છે કે, સરકાર દ્વારા વધારે કડક નિયંત્રણ લગાવવામાં આવે તે ખુબ જ જરૂરી બન્યું છે.
રાજકોટ : ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ખુબ જ વિપરિત થઇ રહી છે. દિવસેને દિવસે નવા નવા નિયંત્રણો લાવવામાં આવી રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા કોરોનાને કાબુમાં લેવા માટેના ભરપુર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો કે સરકાર તમામ મોરચે નિષ્ફળ નિવડી રહી છે તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં કોરોના બેકાબુ બની ચુક્યો છે. રોજનાં સરેરાશ 5 હજારથી વધારે કેસો આવી રહ્યા છે. તેવામાં જરૂરી છે કે, સરકાર દ્વારા વધારે કડક નિયંત્રણ લગાવવામાં આવે તે ખુબ જ જરૂરી બન્યું છે.
જનતા ભગવાન ભરોસે? Corona એ ભરડો લીધો અને નેતા-અધિકારી ગુમ થતા મુખ્યમંત્રીને પત્ર લખવો પડ્યો
જો કે રાજ્યમાં હજી પણ લોકડાઉનની સ્થિતી છતા વાહન વ્યવહાર સહિતની તમામ વસ્તુઓ ચાલુ છે. જાહેર પરિવહન યથાવત્ત રીતે ચાલી રહ્યા છે. તેવામાં રાજકોટમાંથી ખુબ જ ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. બીજી ઘાતક લહેરમાં રાજકોટ એસ.ટી બસ પોર્ટમાં આજે 67 મુસાફરો કોરોના પોઝિટિવ આવતા હડકંપ મચી ગયો છે. આ પ્રકારનાં લોકો કોરોનાના ખુબ જ સુપર સ્પ્રેડર બની રહ્યા છે. તેવામાં તંત્ર દ્વારા કડકમાં કડક પગલા લેવામાં આવે તે ખુબ જ જરૂરી બન્યા છે. જેના પગલે એસ.ટી તંત્ર દ્વારા પણ કડક પગલા ઉઠાવાઇ રહ્યા છે.
Corona નો બાળકોને ચેપ કઇ રીતે લાગી શકે? કઇ રીતે તમારા બાળકને કોરોનાથી બચાવી શકો
GSRTC રાજકોટ દ્વારા હવે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ એસટી બસ પોર્ટમાં આવતા મુસાફરોની અવર જવર ઘટાડવા માટે એસટી તંત્ર દ્વારા 450 ટ્રીપો રદ્દ કરવામાં આવી છે. આ તમામ ટ્રીપ એવા પ્રકારની છે જેમાં મુસાફરોની સંખ્યા ખુબ જ ઓછા પ્રમાણમાં હતી અથવા તો નહીવત્ત હતી. તેવી તમામ ટ્રીપોને રદ્દ કરવામાં આવી છે. જેના કારણે ડેપો પરની અવર જવર ઘટાડી શકાય. હાલ તો રાજકોટ તંત્ર દ્વારા આટલા મોટા કેસ ડેપોમાંથી આવ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube