જનતા ભગવાન ભરોસે? Corona એ ભરડો લીધો અને નેતા-અધિકારી ગુમ થતા મુખ્યમંત્રીને પત્ર લખવો પડ્યો

જનતા ભગવાન ભરોસે? Corona એ ભરડો લીધો અને નેતા-અધિકારી ગુમ થતા મુખ્યમંત્રીને પત્ર લખવો પડ્યો

- મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી કરી રજૂઆત
- મૃતદેહો 30 કલાક સુધી સ્વજનોને સોંપાતા નથી, દયનિય સ્થિતી

ગૌરવ દવે/રાજકોટ : રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાની દયનિય સ્થિતી જોવા મળી રહી છે. ત્યારે પ્રદેશ ભાજપનાં અગ્રણી ચેતન રામાણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. તેમાં કહ્યું છે કે, લોકોને રેમડેસિવિર ઇન્જેક્શન મળતા નથી, દર્દીઓને દાખલ કરવા બેડ નથી આવા સમયે પ્રજાનાં પ્રતિનિધીઓ સાંસદ સભ્યો, ધારાસભ્યો અને કોર્પોરેટરોએ પ્રજાની વચ્ચે રહેવાની જરૂર છે. આડ કતરી રીતે નેતાઓ કોરોના કાળમાં પ્રજાની વચ્ચે ન જતા નેતાઓને આડેહાથ લીધા હતા. 

રાજકોટમાં કોરોનાને કારણે છેલ્લા 24 કલાકમાં 82 દર્દીઓ મોતને ભેટ્યા છે. સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓને દાખલ થવા માટે લાંબી કતોરો જોવા મળી રહી છે. બેડ ન હોવાને કારણે દર્દીઓને રઝળપાટ થવાનો વારો આવ્યો છે. ત્યારે પ્રજાનાં પ્રતિનિધીઓ જાણે કે, ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેમ જોવા મળતા નથી. જેને લઇને પ્રદેશ ભાજપનાં નેતા ચેતન રામાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને પોતાની વેદના ઠાલવી છે. ચેતન રામાણીએ ઝી 24 કલાક સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે, કોરોનાની ખુબ જ ખરાબ સ્થિતી છે. રાજ્ય સરકાર દ્વારા પ્રભારી સચિવોને સ્થિતી કાબુમાં કરવા માટે મોકલ્યા છે પરંતુ જો પ્રજાનાં પ્રતિનિધીઓ જ લોકોની વચ્ચે રહે તો લોકો આસાની થી પોતાની વાત કરી શકે છે. સાંસદ સભ્યો, ધારાસભ્યો કે પછી કોર્પોરેટરોને સરકાર દ્વારા બેસાડવામાં આવે તો સાચી સ્થિતીની પણ જાણ થાય અને દર્દીઓને સારવાર માટે પૂરતી સુવિધાઓ પણ મળે. 

સાચા આંકડા જાહેર થવા જરૂરી - ચેતન રામાણી
પ્રદેશ ભાજપનાં અગ્રણી ચેતન રામાણીએ કહ્યું હતું કે, જે રીતે મોતનાં આંકડાઓ સામે આવે છે. આજે 82 દર્દીઓનાં રાજકોટ સિવીલ હોસ્પિટલમાં મોત થયા છે. 30-30 કલાક સુધી પરિવારજનોને અંતિમ સંસ્કાર કરવા સ્વજનોનાં મૃતદેહ સોંપવામાં આવતા નથી તેવી અનેક ફરીયાદો મળે છે. જેથી સરકારને અપિલ છે કે, પ્રજાનાં પ્રતિનિધીઓને કામ સોંપવામાં આવે તો સાચા આંકડાઓ પણ સામે આવે તે જરૂરી છે. 

હોસ્પિટલમાં સ્ટાફની અછત
રાજકોટ સિવીલ હોસ્પિટલમાં દર્દીઓ ટપોટપ મોતને ભેટી રહ્યા છે. હોસ્પિટલમાં પૂરતો સ્ટાફ ન હોવાને કારણે દર્દીને પૂરતી સારવાર મળતી નથી. કોરોના દર્દીઓને દાખલ થવા માટે એમ્યુલન્સની અંદર જ સારવાર આપવામાં આવી રહી છે. સિવિલ હોસ્પિટલમાં પોઝીટીવ દર્દીઓની સામે મેડિકલ સ્ટાફ ઓછો પડી રહ્યો છે. ત્યારે મેડિકલ સ્ટાફમાં તબીબો, નર્સિંગ સ્ટાફ ભરવામાં આવે તો દર્દીઓને પૂરતી સારવાર મળી રહે તેવું પ્રદેશ ભાજપનાં અગ્રણી ચેતન રામાણીએ જણાવ્યું હતું.

ગુજરાતમાં બોર્ડની પરીક્ષાઓ મોકૂફ, અન્ય ધોરણોને માસ પ્રમોશનની જાહેરાત
1 હજાર બેડની સુવિધા ઉભી કરાશે - રેમ્યા મોહન
રાજકોટ જીલ્લા કલેક્ટર રેમ્યા મોહને નિવેદન આપતા કહ્યું હતું કે, રાજકોટમાં કોરોનાની સ્થિતીને પહોંચી વળવા માટે 1 હજાર બેડની સુવિધા ઉભી કરવામાં આવશે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 400 બેડ ઓક્સિજન સાથેની હોસ્પિટલ તૈયાર કરવામાં આવશે. જ્યારે અન્ય સંસ્થાઓની પણ મદદ લેવામાં આવશે. રેમડેસિવિર ઇન્જેક્શનની ઘટ નહિં સર્જાય પરંતુ હવે થી હોમ આઇસોલેશન થયેલા દર્દીઓને પણ રેમડેસિવિર ઇન્જેક્શન મળે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેના માટે તબીબનું પ્રિસ્ક્રિપ્શન જરૂરી છે.

અહીં નણંદ ભાભી સાથે ફરે છે ફેરા! કેમ ભાભીના સેથામાં નણંદ પૂરે છે સિંદૂર? જાણો કેમ અહીં બહેન ઘોડીએ ચઢીને જાય છે ભાભીને પરણવા
કોમ્યુનિટી હોલમાં સુવિધા ઉભી કરી ખાનગી હોસ્પિટલોને સોંપી
રાજકોટ મહાનગરપાલીકા કોરોના દર્દીઓને સારવાર આપવામાં ઉંણી ઉતરી છે. દર્દીઓને નિશુલ્ક સારવાર મળે, બેડ મળે તેવી વ્યવસ્થા કરાવવાને બદલે રાજકોટ મનપા કોર્પોરેશન સંચાલીત કોમ્યુનિટી હોલને ખાનગી હોસ્પિટલોને ભાડે આપી દેવામાં આવ્યા છે. રાજકોટનાં કવિ અમૃત ધાયલ કોમ્યુનિટી હોલ અને રણછોડદાસ કોમ્યુનિટી હોલમાં ખાનગી હોસ્પિટલો ઉભા કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news