ઝી મીડિયા બ્યુરો, અમદાવાદ: કોરોનાકાળમાં રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર આવ્યાં છે. રાજ્ય સરકાર એક વટહુકમ લાવી છે જે મુજબ હવે ખેડૂતો ક્યાંય પણ પોતાની ખેતપેદાશો વેચી શકશે. જિલ્લા બહારની એપીએમસી કે ખાનગી બજારમાં તેઓ જણસ વેચી શકશે. વેપારીઓ પણ સીધી ખરીદી કરી શકશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે આ અંગે ખેડૂત આગેવાનો દ્વારા અનેકવાર સરકારને રજૂઆત કરવામાં આવી હતી. ભારતીય કિસાન સંધે પણ આ મામલે રજૂઆત કરી હતી. લોકડાઉન દરમિયાન સરકારનો આ નિર્ણય રાહતના સમાચાર એટલા માટે છે કારણ કે તમામ એપીએમસી બંધ છે અને ખેડૂતોને જો પોતાની જણસ વેચવી હોય કે ખેતપેદાશ વેચવી હોય તો તેમની પાસે કોઈ વિકલ્પ નથી ત્યારે તેવા સંજોગોમાં સરકારનો આ નિર્ણય ખેડૂતો માટે મોટી રાહત સમાન છે. સરકારના આ નિર્ણયથી ખેડૂતોને રાહત મળશે. એપીએમસી બંધ હોવાથી ખેડૂતોને સીધો લાભ મળશે. 


ખેડૂતોના આગેવાન સાગરભાઈ રબારીએ આ અંગે જણાવ્યું કે "પહેલી નજરે આ સારો નિર્ણય છે. 11મી ફેબ્રુઆરીએ રાજ્ય સરકારને પત્ર લખીને એપીએમસી એક્ટમાં સુધારા સૂચવ્યા હતાં. જૂના એક્ટમાં જોગવાઈ હતી કે જેની પાસે એપીએમસીનું લાઈસન્સ નથી તેવા વેપારીને ખેડૂત માલ વેચી શકે નહીં અને જો કોઈ વેપારી આવી રીતે ખરીદે તો ગુનો બનતો હતો. ખેડૂતો માટે આ સૌથી મોટી મર્યાદા હતી કે લાઈસન્સ વગરનો કોઈ વેપારી તેમનો માલ ખરીદી શકતો નહતો. આ સુધારો થવાથી, મે જે માગણી કરી હતી કે પ્રોસેસરો, એક્પોર્ટરો અને બીજા હોલસેલરો પણ ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરી શકે તે પ્રમાણેનો ફેરફાર થવો જોઈએ તે વાત આમા સ્વીકારવામાં આવી છે. આથી ખેડૂતો માટે હવે તેમના બજારમાં વ્યાપ વધ્યો છે. "

તેમણે કહ્યું કે "આના કારણે થોડી હરિફાઈ વધશે તો ખેડૂતોને જે અત્યારે ભાવ મળે છે, જે કન્ટ્રોલ માર્કેટ છે 10- 20 લાઈસન્સધારકો જ માલ ખરીદી શકતા હતાં એટલે એક પ્રકારે તેમની મોનોપોલી રહેતી હતી, આ મોનોપોલી થોડે અંશે હળવી થશે અને ખરીદી માટેની હરિફાઈ વધવાથી ખેડૂતોને સારા ભાવ મળે તેવી પૂરેપૂરી સંભાવના આમાં દેખાય છે." 


(ઈનપુટ સાભાર- બ્રિજેશ દોશી, ઝી મીડિયા)

વધુ વિગતો માટે જુઓ VIDEO



કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube