ગુજરાતના ખેડૂતોને નવુ વર્ષ ફળ્યું, શિયાળામાં દિવસે વીજળી આપવા અંગે થઈ મહત્વની જાહેરાત
Gujarat Government Big Decision For Farmers : નવા વર્ષે ગુજરાતના ખેડૂતોની સમસ્યાનો અંત આવશે, કડકડતી ઠંડીમા રાતે ખેતરે કામ કરવા જવાના કિસ્સાઓ હવે ઈતિહાસ બનશે
ગૌરવ દવે/રાજકોટ : કડકડતી ઠંડીમાં ખેડૂતોને રાત્રે વીજળી માટે ખેતર જવુ પડે છે. ખેડૂતોની આ સમસ્યાનો હવે અંત આવશે. આ સમસ્યા અંગે કૃષિ મંત્રીએ રાહતના સમાચાર આપ્યા કે, રવિ સીઝનમાં દિવસે વીજળી આપવાનું પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થયું છે. પ્રથમ તબક્કામાં જંગલ વિસ્તારમાં ખેતી કરતા ખેડૂતોને લાભ મળશે. જંગલ વિસ્તારમાં જંગલી પશુઓને વધારે ડર રહેતો હોય છે. તેથી ત્રણ તબક્કામાં દિવસે વીજળી આપવા નિર્ણય કરવામાં આવશે.
રાજકોટમાં રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે કડકડતી ઠંડીમાં ખેડૂતોને રાત્રે વીજળી આપવા મુદ્દે મોટું નિવેદન આપ્યં. તેમણે કહ્યું કે, રવિ સીઝનમાં ખેડૂતોને દિવસે વીજળી આપવા પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થયું છે. પ્રથમ તબક્કામાં જંગલ વિસ્તારમાં ખેતી કરતા ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવશે. જંગલ વિસ્તારમાં જંગલી જનાવરનો પણ ડર રહેતો હોય છે. તેથી ત્રણ તબક્કામાં દિવસે વીજળી આપવા નિર્ણય કરવામાં આવશે.
ઠંડીમાં રાતે ખેતરે કેવી રીતે જઈશું એ સવાલ ઉઠ્યો
ઉલ્લેખનીય છે કે, ગુજરાતાન અનેક જિલ્લાના ખેડૂતોને દિવસે પાણી ન મળતું હોવાથી રાત્રિ દરમિયાન ખેતરમાં પિયત કરવા જવું પડે છે. અને આ કડકડતી ઠંડીમાં ખેડૂત માટે પિયત કરવું એ જોખમી પણ સાબિત થઈ રહ્યું છે પરંતુ જગતનો તાત પોતાના પરિવારનું ગુજરાન ચલાલવા માટે જીવનાં જોખમે રાત્રી દરમિયાન પિયત કરવા મજબુર બન્યો છે.
આ પણ વાંચો :
એક નજર ફ્લાવર શોની આ રંગબેરંગી તસવીરો પર કરજો, જાઓ તો આ 4 પ્રકારના ફૂલ ખાસ જોજો
સૌથી વધુ 956 દારૂ પીધેલા ગુજરાતની આ બોર્ડરથી પકડાયા, વલસાડ પોલીસે સપાટો બોલાવ્યો
ઉદ્યોગપતિ પરિવારમાં માતમ, હાથની મહેંદી ન ઉતરી અને BMW કાર અકસ્માતમાં વહુનું મોત
રાતે જંગલી પ્રાણીઓનો ડર સતાવે છે
જિલ્લાના કેટલાક ગામોમાં ખેડૂતોને રાત્રિના 9 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી વીજળી આપવામાં આવે છે જેથી દિવસે પાણી ન મળતા આવી કડકડતી ઠંડીમાં ખેડૂતોને રાત્રિ દરમિયાન ખેતરોમાં પિયત કરવા જવું પડે છે. હાલમાં રવિ પાકની સીઝન ચાલી રહી છે ખેડૂતોએ આ વખતે શાકભાજી સહિત એરંડા, બાજરી, ધઉં, ધાસચારા સહિત અનેક પાકોનું વાવેતર કર્યું છે ત્યારે હાલમાં આ પાકોને પાણી આપવું જરૂરી હોય છે ત્યારે રાત્રિ દરમિયાન પાણી મળતા પિયત કરવું પડે છે અને પિયત કરતા ખેડૂતોને જંગલી પ્રાણીઓનો ડર સતાવે છે. રાત્રિ દરમિયાન ખેડૂતોને વીજળી આપવામાં આવતા ખેડૂતો રાત્રિ દરમિયાન એકલા ખેતરમાં જઈ પણ શકતાં નથી ખેડૂતો એક ટોળકી બનાવી અને એક બાદ એક ખેતરમાં પિયત કરે છે. ખેડૂતો સાથે અત્યાર સુધી અનેક બનાવો પણ બની ચૂક્યા છે કોઈક દિવસ જંગલી પ્રાણીઓ પરેશાન કરે તો કો કોઈક દિવસ કડકડતી ઠંડીને કારણે ખેડૂતો પરેશાન થાય છે હાલમાં ખેડૂતોની એકજ માંગ છે કે તેમને દિવસે વીજળી આપવામાં આવે જેથી તેઓ દિવસે પિયત કરી શકે.
ખાતરની અછત માટે સીધા મને ફરિયાદ કરો
તો ખેડૂતોને ખાતર મુદ્દે કૃષિ મંત્રીએ કહ્યું કે, રાજ્યમાં રાસાયણિક ખાતરની કોઈ જ તંગી નથી. રાસાયણિક ખાતરનો રવિ સિઝનમાં જે અમારી માંગણી હતી તે પ્રમાણે કેન્દ્ર સરકારે પૂર્ણ કરી છે. 12,50,000 ટન યુરિયાની માંગણી હતી, તે કેન્દ્ર સરકાર દ્વારા પૂર્ણ કરાઈ છે. ગુજરાતમાં ક્યાંય ખાતરની અછતનો પ્રશ્ન છે જ નહીં. ક્યાંક રાજ્યમાં એકલદોકલ પ્રશ્ન હશે. રાસાયણિક ખાતરની કોઈ ફરિયાદ હોય તો ગુજરાતનો ખેડૂત સીધો જ મને ફરિયાદ કરી શકે.
આ પણ વાંચો :
વિચલિત થઈ જવાય તેવા દ્રશ્યો, ફોરચ્યુનર કાર અને બસના અકસ્માતથી નવસારી હાઈવે રક્તરંજિત