સૌથી વધુ 956 દારૂ પીધેલા ગુજરાતની આ બોર્ડરથી પકડાયા, દારૂ પીને નવુ વર્ષ ઉજવે તે પહેલા જ પોલીસે સપાટો બોલાવ્યો

New Year Party : ગુજરાતમાં 31 ફર્સ્ટને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એ સમયે બુટલેગરો દ્વારા ગુજરાતમાં દારુ ન ઘૂસે એ માટે પોલીસ દ્વારા પણ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. તમામ વાહનોનું સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે

સૌથી વધુ 956 દારૂ પીધેલા ગુજરાતની આ બોર્ડરથી પકડાયા, દારૂ પીને નવુ વર્ષ ઉજવે તે પહેલા જ પોલીસે સપાટો બોલાવ્યો

New Year Celeration ઉમેશ પટેલ/વલસાડ : વલસાડ જિલ્લા પોલીસે 31 ડિસેમ્બરની પૂર્વ રાત્રિએ સપાટો બોલાવ્યો હતો. નજીક આવેલા દમણ સંઘ પ્રદેશમાંથી ગુજરાતમાં દારૂ પીને આવતા પીધેલાઓ માટે વલસાડ જિલ્લા પોલીસ એલર્ટ બની હતી. 31st ની પૂર્વ રાત્રિએ વલસાડ જિલ્લા પોલીસે 956 પીધેલાઓ પર કાર્યવાહી કરી છે. વલસાડ જિલ્લાની 32 જેટલી નાની મોટી ચેક પોસ્ટ તથા સંઘ પ્રદેશ અને મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર બોર્ડર પર સઘન ચેકિંગ હાથ ધર્યું છે. ત્યારે 31st ની પૂર્વ રાત્રિએ જ દારૂ પીને ગુજરાતમાં આવતા લોકોને વલસાડ પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે. 

ક્યાંથી કેટલા પિયક્કડો પકડાયા

  • વલસાડ રૂલર - 50
  • વલસાડ સીટી - 60
  • વલસાડ ડુંગરી - 90
  • પારડી - 167
  • ભિલાડ - 80
  • ઉમરગામ - 46
  • ઉમરગામ મરીન - 15
  • ધરમપુર - 28
  • કપરાડા - 09
  • નનાપોઢા - 50
  • વાપી ટાઉન - 180
  • વાપી GIDC - 91
  • વાપી ડુંગરા - 50

આ પણ વાંચો : 

valsad_police_zee2.jpg

31 ડિસેમ્બરને લઈને પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. કેન્દ્રશાસિત પ્રદેશ દીવ-દમણમાંથી ગુજરાતમાં દારૂ ન ઘૂસે એ માટે પ્લાન તૈયાર કરી દીધો છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતા અનેક વાર દારૂની રેમલછેલ જોવા મળે છે આવતી કાલે 31 ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણી પહેલા બૂટલેગરો સક્રિયા થયા છે. ગુજરાતમાં 31 ફર્સ્ટને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એ સમયે બુટલેગરો દ્વારા ગુજરાતમાં દારુ ન ઘૂસે એ માટે વલસાડ પોલીસ દ્વારા પણ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. તમામ વાહનોનું સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. 31 ડિસેમ્બને યાદગાર બનાવવા ડીજેના તાલે ઝૂમી તેમજ દારૂની રેમલછેલ કરતા લોકોને લઈને પોલીસ પહેલાથી જ અલર્ટ બની ગઈ છે તો બીજી તરફ ગુજરાતમાં દારુ ઘૂસાડવા માટે પણ બૂટલેગરો પણ અવનવી તરકીબો અજમાવતા જોવા મળે છે ત્યારે પોલીસ એક્શન મોડમાં છે.

valsad_police_zee.jpg

31st પહેલા 956 જેટલા પિયક્કડોને પકડતા અન્ય દારૂના શોખીનોમાં ફફડાટ વ્યાપી ગયો છે. હજી તે નવા વર્ષની ઉજવણી બાકી છે. જો 31 ડિસેમ્બરની પૂર્વ રાત્રિએ આટલા પિયક્કડ પકડાતા હોય તો 31 ડિસેમ્બરની રાતે કેટલા પકડાય. 

વલસાડ પોલીસનો સપાટો
વલસાડ જિલ્લાની 35 આંતર રાજ્ય ચેક પોસ્ટો પર પોલીસનું સધન ચેકીંગ ચાલી રહ્યું છે. ત્યારે વાપીની ડાભેલ અને કચીગામ ચેકપોસ્ટ પર પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં મોટી સંખ્યામાં શોખીનો નશામાં ઝડપાતા આરોપીઓને રાખવા પોલીસ સ્ટેશન પર મંડપ બધાવ્યો છે. થર્ટી ફર્સ્ટ અને પહેલી નવા વર્ષ સુધી વલસાડ જિલ્લામાં પોલીસની સ્પેશિયલ ડ્રાઇવ ચાલશે. જેમાં દમણ દાદરા નગરહવેલી અને મહારાષ્ટ્રની હદો પર સધન ચેકીંગ હાથ ધરાશે. જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં ફાર્મ હાઉસો અને મુખ્ય રસ્તાઓ પર પોલીસનું સધન ચેકીંગ અને પેટ્રોલીંગ ચાલી રહ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news