બ્રિજેશ દોશી/ગાંધીનગર: સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક યોજાઇ હતી. જેમાં લેવાયેલા નિર્ણય બાદ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જીતુ વાઘાણીએ શિક્ષણ વિભાગ દ્વારા લેવાયેલા નિર્ણય અંગે જણાવ્યું હતું કે આવનારા સમયમાં 2600 વિદ્યાસહાયકોની ભરતી કરાશે. 2017-18 માં TAT આપેલા લાયક ઉમેદવારોની પસંદગી કરાશે. જિલ્લા ફેર બદલી માટે અત્યાર સુધી સરકારને 77953 અરજી મળી છે. જેમાંથી કોર્ટના ચુકાદા બાદ જિલ્લા ફેર બદલી અંગે નિર્ણય લેવાશે. સાથે જ આવનાર સમયમાં TAT અને HMAT ની પરીક્ષા લેવામાં આવશે.


જીતુ વાઘાણીએ સામાજિક ન્યાય અને અધિકારીતા મુદ્દે મહત્વનો નિર્ણય જણાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, ધો 9 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને હવેથી ડીઝીટલ પ્રમાણપત્ર મળશે. જ્ઞાતિનું પ્રમાણપત્ર પણ હવેથી ડીઝીટલ મળશે.


જીતુ વાઘાણીએ જણાવ્યું કે આવનાર સમયમાં શિક્ષણ વિભાગમાં 5360 જગ્યાઓ કરવામાં આવશે. ટુંક સમયમાં શિક્ષકોની ભરતી માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે. આગામી સમયમાં પરીક્ષાનું આયોજન પણ કરી દેવામાં આવશે. જિલ્લાફેરનો નિર્ણય હાલ હાઈકોર્ટમાં છે. નિર્ણય આવતા ખાલી પડેલી જગ્યાઓ પર તાત્કાલિક ભરતી કરી દેવામાં આવશે. સપ્ટેમ્બરના અંતમાં શિક્ષણ વિભાગની પેન્ડિંગ ભરતી પરીક્ષા માટે પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે.


TET પરીક્ષાને લઇને જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે 3 વર્ષથી TET પરીક્ષા નથી લેવાઇ, આગામી સમયમાં પરીક્ષાનું આયોજન કરીશું, સપ્ટેમ્બરના અંતમાં સમગ્ર પ્રક્રિયા શરૂ કરીશું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube