મોટો નિર્ણય: હવે રાત્રિ કરર્ફ્યૂ ઉપરાંત બપોરે પણ બજારો રહેશે બંધ
રાજ્ય (Gujarat) માં વધતા સંક્રમણને લઇને અલગ-અલગ મહાનગરો અને રાજ્યના ૨૦ શહેરોમાં સરકાર (Gujarat Government) દ્વારા રાત્રિ કરર્ફ્યૂ (Night Curfew) ની જાહેરાત કરવામાં આવી છે.
જપ્તવ્ય યાજ્ઞિક, આણંદ: રાજ્ય (Gujarat) માં વધતા સંક્રમણને લઇને અલગ-અલગ મહાનગરો અને રાજ્યના ૨૦ શહેરોમાં સરકાર (Gujarat Government) દ્વારા રાત્રિ કરર્ફ્યૂ (Night Curfew) ની જાહેરાત કરવામાં આવી છે.
ત્યારે રાજ્યના બીજા નાના નગરોમાં પણ આ જ પ્રમાણે રાત્રિ કરર્ફ્યૂ (Night Curfew) ના પાલન માટે સૂચનાઓ આપવામાં આવી હતી. જોકે હવે રાત્રિ કરર્ફ્યૂ (Night Curfew) ઉપરાંત બપોરના સમયમાં પણ બજારો બંધ રાખવા માટે સ્થાનિક તંત્ર નિર્ણય લેવાયો છે.
સ્પોર્ટ્સ કોમ્પલેક્ષના કર્મચારીઓ થયા કોરોનાગ્રસ્ત, આટલા દિવસ માટે રહેશે બંધ
જેમાં આણંદ (Ananad) નગરપાલિકા દ્વારા પણ આણંદ (Ananad) નગરના બજારો ભીડભાડવાળી જગ્યાઓ બપોરે ચાર વાગ્યાથી બીજે દિવસે છ વાગ્યા સુધી બંધ રહે એ પ્રકારની જાહેરાત કરવામાં આવી છે.
રાજ્યના એસટી વાહન વ્યવહાર નિગમ દ્વારા લેવાયો મોટો નિર્ણય, આ રૂટની બસો થઇ બંધ
આણંદ નગરપાલિકાના પ્રમુખ રૂપલ પટેલ (Rupal Patel) ને સાંસદ મિતેષ પટેલ (Mitesh Patel) દ્વારા મળેલી સૂચના મુજબ શહેરમાં આવેલા દુકાનો ઓફિસો જીમ જેવી જગ્યાઓ આવતીકાલ તારીખ 9 એપ્રિલથી આવનાર તારીખ 30 એપ્રિલ સુધી બપોરના ચાર વાગ્યાથી જ બંધ કરવાની રહેશે. ત્યારે વધતા સંક્રમણને અટકાવવા માટે આણંદ નગરપાલિકા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube