Rain Alert : ગુજરાતમાં ચોમાસું વહેલુ આવ્યું અને જુનના પ્રથમ સપ્તાહમાં જ વરસાદ આવ્યો તો લોકો હરખાઈ ગયા હતા. પરંતું આ ખુશી થોડા સમયની જ હતી. કારણ કે, ગુજરાતમાંથી ગાયબ થયેલો વરસાદ હવે ક્યાંય દેખાતો નથી. 19 જુન થઈ ગઈ છતાં ગુજરાતમાં ક્યાંક વરસાદ નથી. હાલમાં ચોમાસું નવસારી સુધી અટક્યું  છે. ગુજરાતમાં ચોમાસાની સિસ્ટમ નબળી પડી છે. છેલ્લાં 8 દિવસથી દક્ષિણ ગુજરાતમાં રોકાયેલા ચોમાસાથી રાજ્યમાં 71 ટકા વરસાદની ઘટ પડી છે. જે ઘટથી ગુજરાતની જનતાને મોટો ફટકો પડશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આમ, તો વિધિવત રીતે 16 જુને ગુજરાતમાં ચોમાસું બેસી જતુ હોય છે, પરંતુ હજી સુધી ગુજરાતમાં વરસાદના કોઈ ઠેકાણા નથી. ગુજરાતમાં વરસાદ જે રીતે ગાયબ થયો છે, તે જોતા લોકો હવે ચિંતામા મૂકાયા છે. ગુજરાતમાં આગાહી તો રોજ કરાય છે, પરંતુ ક્યાંય ધોધમાર વરસાદ આવતો નથી. માત્ર છુટોછવાયો વરસાદ ખાબકે છે. તેમાં પણ મઘ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત તો સાવ કોરુંધાકોર છે. માત્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જ વરસાદ છે. 10 જુનથી ચોમાસું દક્ષિણ ગુજરાતમાં જ અટવાઈ ગયું છે, ત્યાંથી આગળ વધી જ નથી રહ્યું. 


ક્યાં કેટલા વરસાદની ઘટ


  • રાજ્યના 5 ઝોનમાં સૌથી વધુ 93 ટકા વરસાદની ઘટ

  • ઉત્તર ગુજરાતમાં 74 ટકા

  • કચ્છમાં 74 ટકા

  • મધ્ય ગુજરાતમાં 71 ટકા

  • દક્ષિણ ગુજરાતમાં 70 ટકા 

  • સૌરાષ્ટ્રમાં 60 ટકા 


ગર્લ્સ કોલેજમાં છોકરાઓને એડમિશન, ગુજરાત યુનિવર્સિટીમાં ચોઈસ મુજબ એડમિશન ફાળવી દેવાયુ


તો હવે શું થશે
રાજ્યમાં સરેરાશ અત્યાર સુધી 71 ટકા વરસાદની ઘટ જોવા મળી છે. ગુજરાતના 33 જિલ્લામાં માત્ર દ્વારકા જિલ્લો એવો છે, જ્યાં 39 મીમીના વરાસદના અંદાજ સામે 85.8 મીમી વરસાદ થયો છે. એટલે કે, અનુમાન કરતા 120 ટકા વધારે છે. પરંતું બાકીના 32 જિલ્લામાં વરસાદની કોઈ શક્યતા દેખાઈ નથી રહી. 


હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, સાઉથ-વેસ્ટ ડિસ્ટર્બન્સને કારણે ચોમાસું આગળ વધી શક્યુ નથી. ત્યારે આશા છે કે, આગામી 24 જૂનથી ચોમાસું આગળ વધવાની શક્યતા છે. 25 જુન સુધી સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોને ભીંજવશે. તેમજ 30 જુન પહેલા ચોમાસું રાજ્યને આવરી લે. 30 જુન સુધી સમગ્ર ગુજરાતમાં મેઘમહેર થશે. 


ગુજરાતમાં મેઘ ગર્જનાની ચેતવણી : આગામી 24 કલાકમાં 15 થી વધુ જિલ્લામાં વરસાદની આગાહી