ગર્લ્સ કોલેજમાં છોકરાઓને એડમિશન, ગુજરાત યુનિવર્સિટીમાં ચોઈસ મુજબ એડમિશન ફાળવાતા લોચો પડ્યો

Gujarat University Admission : ગુજરાત યુનિવર્સિટીના યુજી કોર્સિસના કોમન એડમિશન પ્રોસેસમાં છબરડો, ગર્લ્સ કોલેજમાં છોકરાઓને એડમિશન ફાળવી દેવાયું, છોકરીઓ વચ્ચે 300 છોકરાઓને પ્રવેશ આપી દેવાયો

ગર્લ્સ કોલેજમાં છોકરાઓને એડમિશન, ગુજરાત યુનિવર્સિટીમાં ચોઈસ મુજબ એડમિશન ફાળવાતા લોચો પડ્યો

Admission Open : ગુજરાત યુનિવર્સિટી હવે છબરડાની યુનિવર્સિટી બની છે. નવા છબરડાં જૂના છબરડાને પણ માત આપે એવા હોય છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટીના યુજી કોર્સિસના કોમન એડમિશનમાં મોટો છબરડો સામે આવ્યો છે. છોકરાઓને ગર્લ્સ કોલેજમાં એડમિશન આપી દીધું છે. જીકાસની એજન્સી અને સમર્થના પોર્ટનમાં કોઈ વેરિફિકેશન સિસ્ટમ ન હોવાથી વિદ્યાર્થીઓને તેમની ચોઈસ મુજબ એડમિશન ફાળવી દેવાયા, જેને કારણે ગર્લ્સ કોલેજમાં યુવકોને એડમિશન મળી ગયું.

કેવી રીતે થઈ ભૂલ
આ પોર્ટલ પર એડમિશન માટે વિદ્યાર્થીઓને કોલેજની પ્રેફરન્સ આપવાની હોય છે. તેથી કેટલાક છોકરાઓએ ભૂલથી ગર્લ્સ કોલેજમાં એડમિશન ચોઈસ આપી દીધી. વિદ્યાર્થીઓએ એડમિશનની પોતાની ચોઈસ તો બતાવી દીધી, પરંતુ બીજી તરફ યુનિવર્સિટીના જીકાસ પોર્ટલ પર તેના વેરિફિકેશન માટે કોઈ જ સિસ્ટમ નથી. આ કારણે એડમિશનના પ્રથમ રાઉન્ડમાં ગર્લ્સ કોલેજમાં કેટલીક સીટ છોકરાઓને ફાળવી દેવાઈ. આમ, છોકરાઓને ગર્લ્સ કોલેજમા એડમિશન મળી ગયું. 

આ કોનો વાંક 
હવે સામે આવ્યું છે કે, ગર્લ્સ કોલેજમાં 300 છોકરાઓને એડમિશન મળી ગયુ છે. આ સીટ જે છોકરીઓ માટે હતી, તેના બદલે છોકરાઓને એડમિશન મળ્યું. જેથી 300 સીટ પર છોકરીઓ એડમિશનથી વંચિત રહી. ગુજરાત યુનિ.દ્વારા હવે ગર્લ્સ કોલેજોમાં સુપર ન્યુમરી સીટ આપવી પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે.

ત્યારે હવે વેકેશન બાદ કોલેજ શરૂ થવાની છે, ત્યારે ગુજરાત યુનિવર્સિટી પોતાની આ ભૂલ જલ્દીથી બદલે તે જરૂરી છે. આમ, પોર્ટલમાં ખામીને કારણે એડમિશન પ્રોસેસ પર મોટી અસર પડી. સાથે જ હવે છોકરાઓ અને છોકરીઓ બંનેને બીજા રાઉન્ડમાં પ્રવેશ મળશે. પરંતુ તેમની ચોઈસ મુજબ નહિ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news