વાસણ ગામની ફરિયાદમાં મોટો ધડાકો! મતદારે EVMમાં ફેવિકીક લગાડી બટન બંધ કર્યું
Loksabha Election 2024: વાસણ ગામમાં ફરિયાદ મળી છે તેમાં કોઈ મતદાર દ્વારા ફેવીકીક લગાડીને કામગીરી અવરોધવામાં આવી હતી અને એક બટન બંધ કરી દેવામાં આવ્યું હતું. પછી એક કલાકથી દોઢ કલાક મતદાન બંધ રહ્યું હતું. પછી તે ચાલુ કરી દેવામાં આવ્યું હતું.
Loksabha Election 2024: લોકસભા ચૂંટણીને લઈને મુખ્ય ચૂંટણી નિર્વાચન અધિકારી પી.ભારતીની પ્રેસ કોન્ફરન્સ કરીને મતદાનના આંકડા વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. 25 લોકસભા બેઠક પર સાંજે 5 વાગ્યા સુધીમાં 55.22 ટકા મતદાન થયું છે. જ્યારે વિધાનસભાની પેટા ચૂંટણીમાં 5 વાગ્યા સુધી 56.56 ટકા મતદાન થયું છે.
ગુજરાતમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ; જાણો 5 વાગ્યા સુધીમાં ક્યા કેટલું મતદાન
ફેવીકીક લગાડીને કામગીરી અવરોધી
પી.ભારતીએ વધુમાં જણાવ્યું હતું કે, રાત્રે 12 વાગ્યા સુધીમાં મતદાનના ફાઈનલ આંકડા આવશે. કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચમાં કુલ 49 ફરિયાદ કરી છે, જ્યારે ભાજપ દ્વારા 7 ફરિયાદ મળી છે અને 23 પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આજે 7 પોલીસ ફરિયાદ કરી છે. વાસણ ગામમાં ફરિયાદ મળી છે તેમાં કોઈ મતદાર દ્વારા ફેવીકીક લગાડીને કામગીરી અવરોધવામાં આવી હતી અને એક બટન બંધ કરી દેવામાં આવ્યું હતું. પછી એક કલાકથી દોઢ કલાક મતદાન બંધ રહ્યું હતું. પછી તે ચાલુ કરી દેવામાં આવ્યું હતું.
ગેનીબેન પર સનસનીખેજ આરોપ! યુવકે કહ્યું; અહીંયાથી જીવતો નહી જવા દઈએ મારીને ફેંકી દઈશ
કુલ આજે 92 ફરિયાદ મળી
કંટ્રોલ રૂમ પર તમામ ઈવીએમ બાબતે 11 અને બોગસ વોટિંગ 18 ફરિયાદ મળી હતી. કુલ આજે 92 ફરિયાદ મળી હતી. ત્રણ ગામોમાં સંપૂર્ણ મતદાન બહિષ્કાર જોવા મળ્યો હતો. પી.ભારતીએ ચૂંટણી ફરજ પરના કર્મચારીઓને આભાર માન્યો હતો. 92 માંથી ઈવીએમની 11 ફરિયાદ છે. એમસીસીની 21, લો ઓર્ડર બોગસ વેટિંગની 18 ફરિયાદો મળી છે. આદર્શ આચારસંહિતા બાબતે ગઈકાલથી આજે 21 ફરિયાદો દાખલ થઈ છે.
ગુજરાતમાં કોંગ્રેસે બોગસ વોટિંગ સહિત ગેરરીતિની 19 ફરિયાદ નોંધાવી, આ રહી સંપૂર્ણ યાદી
નરેન્દ્ર મોદીના રોડ શો સંદર્ભે કોંગ્રેસની ફરિયાદને ચુંટણી પંચે નકારી
તેમણે ઉમેર્યું હતું કે, જૂનાગઢ અને રાજકોટમાં સિક્રસી એક્ટ હેઠળ બે ફરિયાદો દાખલ થઈ. સેક્ટર ૧૯ની સુવિધા કેન્દ્રમાં ભાજપના એજન્ટ પાસે ભાજપના નિશાન વાળી પેન હતી. આ સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારી પાસે રીપોર્ટ મંગાવ્યો હતો. સિમ્બોલ વાળી પેન પોલિંગ માટે નહીં પરંતુ ભાજપના બૂથથી આગળ ટેબલ માટે આપી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રોડ શો સંદર્ભે કોંગ્રેસની ફરિયાદને ચુંટણી પંચે નકારી દીધી છે. પૂર્વ આયોજિત કોઈ જાતનો રોડ શો કરાયો નથી એટલે કોઈ ફરિયાદ રહેતી નથી.