ગેનીબેન પર સનસનીખેજ આરોપ! યુવકે કહ્યું; 'અહીંયાથી જીવતો નહી જવા દઈએ મારીને ફેંકી દઈશું'
Loksabha Election 2024: પ્રકાશ ચૌધરી નામના વ્યક્તિએ જણાવ્યું હતું કે ગેનીબેન ઠાકોરે મને પકડી અને મને ખૂબ માર માર્યો છે. ગેનીબેન ઠાકોરે મને ધમકી આપી છે, મને એવું કહ્યું છે કે તને આજે અહીંયાથી અમે જીવતો નહી જવા દઈએ તને મારીને ફેંકી દઈશું. આ સમગ્ર ઘટનામાં બનાસકાંઠા પોલીસ વડાને યોગ્ય પગલા લેવા વિનંતિ કરાઈ છે.
Trending Photos
Loksabha Election 2024: ગુજરાતમાં લોકસભા 25 લોકસભા બેઠક અને 5 વિધાનસભા બેઠક માટે મતદાન ચાલી રહ્યું છે ત્યારે પ્રકાશ ચૌધરી નામના વ્યક્તિએ કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર પર ગંભીર આરોપ લગાવ્યા છે. પ્રકાશ ચૌધરી નામના વ્યક્તિએ જણાવ્યું હતું કે ગેનીબેન ઠાકોરે મને પકડી અને મને ખૂબ માર માર્યો છે. ગેનીબેન ઠાકોરે મને ધમકી આપી છે, મને એવું કહ્યું છે કે તને આજે અહીંયાથી અમે જીવતો નહી જવા દઈએ તને મારીને ફેંકી દઈશું. આ સમગ્ર ઘટનામાં બનાસકાંઠા પોલીસ વડાને યોગ્ય પગલા લેવા વિનંતિ કરાઈ છે.
ગેનીબેન ઠાકોરનો સનસનીખેજ આરોપ
આ સમગ્ર ઘટના વિશે વિગતવાર વાત કરીએ તો બનાસકાંઠાના દાંતા તાલુકાના ધરેડા ગામની પ્રાથમિક શાળાના મતદાન મથકમાંથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે નકલી CRPF કર્મચારી બનીને ફરતા યુવકને ઝડપી લીધો હતો. ગેનીબેન ઠાકોરે આરોપ લગાવ્યો હતો કે આ યુવક નકલી CRPF કર્મચારી બનીને ફરતો હતો.
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ભાજપ અને ચૉધરી સમાજના લોકો ઉપર ગંભીર આક્ષેપ કર્યા હતા. ગેનનીબેન ઠાકોરે આરોપ લગાવ્યો કે આ યુવકનું નામ પ્રકાશ ચૌધરી છે અને તે પાલનપુરનો છે. પાલનપુરનો હોવાથી તેને દાંતા તાલુકા સાથે લેવા દેવા નથી છતાં તે દાંતાની ધરેડા પ્રાથમિક શાળાના મતદાન મથકમાં હતો અને તેની પાસેથી CRPFનું બોર્ડ મળી આવ્યું છે.
ગેનીબેન વધુમાં કહ્યું કે ધરેડા પ્રાથમિક શાળાની મુલાકાત લેતાં જોવા મળ્યું કે સીઆરપીએફની ખોટી પ્લેટો લગાવી ચૌધરી સમાજના યુવાનો મતદારોને દબાવાનો પ્રયાસ કરી રહ્યા છે. પાલનપુરનો પ્રકાશ ચૌધરી મતદારોને દબાવાની કોશિશ કરે છે જેથી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. નોંધનીય છે કે, બનાસકાંઠા લોકસભા બેઠકમાં સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લોકો મોટી સંખ્યામાં વોટીંગ કરી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે