હિત્તલ પારેખ/ગાંધીનગર: ગુજરાતના ખેડૂતો માટે સરકારે મોટી જાહેરાત કરી છે. જેનાથી ખેડૂતોને મોટો ફાયદો થવાનો છે. રાજ્યના ખેડૂતોને હવે શૂન્ય ટકાના દરે ટૂંકી મુદ્દતનું કૃષિ ધિરાણ મળી શકશે. ખેડૂતોને વ્યાજ ન ભરવું પડે તે માટે રાજ્ય સરકારે આ રાહતભર્યો નિર્ણય લીધો છે. જેમાં સાત ટકા વ્યાજમાંથી ચાર ટકા રાજ્ય સરકાર અને 3 ટકા વ્યાજ કેન્દ્ર સરકાર ભરશે. આ અંગે કેન્દ્ર સરકારે અગાઉ જાહેરાત કરી હતી. જે અંગે હાલ ગુજરાત સરકારે પરિપત્ર જાહેર કર્યો છે. સરકારના આ નિર્ણયથી ખેડૂતોના માથે વ્યાજનો બોજો ઓછો થઈ જશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યના ખેડૂતોને વ્યાજ સહાયનો કોઈ બોજો ન પડે તે માટે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે રૂ.500 કરોડના રિવોલ્વીંગ ફંડ ઉપરાંત વધુ રૂ.135 કરોડનો ઉમેરો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલે જણાવ્યુ કે, રાજ્ય સરકારની નીતિ અનુસાર રાજ્યના સમયસર ધિરાણ પરત ભરપાઇ કરતાં ખેડૂતોને રૂ. ૩ લાખ સુધીનું પાક ધિરાણ વિના વ્યાજે આપવામાં આવે છે. આ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ક્રમશ: 4 ટકા અને 3 ટકા વ્યાજ સહાય આપવામાં આવે છે.


GUJARAT CORONA UPDATE: શું ગુજરાતમાં ચોથી લહેર આવશે? આજના પોઝિટીવ અને એક્ટીવ કેસ જાણી હવે તમે જ નક્કી કરો


કૃષિમંત્રીએ ઉમેર્યુ કે, વહીવટી કારણોસર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વ્યાજ સહાયના નાણાંના દાવા વિલંબથી મળે તેવા સંજોગોમાં ખેડૂતોને વ્યાજ સહાયનો કોઈ બોજો ન પડે તે માટે રાજ્ય સહકારી બેંક મારફતે રૂ.500 કરોડના રિવોલ્વીંગ ફંડની રચના કરવામાં આવેલી છે. આમ છતાં ખેડૂતોને આ લાભ વિલંબથી મળવા બાબતની મળતી રજૂઆતો સંદર્ભે સહકારમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ગુજરાત રાજ્ય સહકારી બેંકના ચેરમેન અજય પટેલ તથા સહકાર વિભાગના સચિવ, તથા રાષ્ટ્રીયકૃત બેન્કોના સબંધિત અધિકારીઓ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. 


મિશન 2022 માટે પ્રિયંકા ગાંધી આવી શકે છે ગુજરાત, ચાર ઝોનમાં અલગ અલગ સંમેલનો યોજવાનું કોંગ્રેસનું મેગા આયોજન


તેમણે વધુમાં ઉમેર્યુ કે, બેઠકમાં આ અંગે વિગતવાર ચર્ચા વિચારણા કરીને ખેડૂતોને વ્યાજ સહાયનો કોઈ બોજો ન પડે તે માટેનો સંવેદનશીલ નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. રૂ.500 કરોડના રિવોલ્વીંગ ફંડ ઉપરાંત વધુ રૂ. 135 કરોડનો ઉમેરો કરવાનો નિર્ણય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સંમતિથી કરવામાં આવ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube