મિશન 2022 માટે પ્રિયંકા ગાંધી આવી શકે છે ગુજરાત, ચાર ઝોનમાં અલગ અલગ સંમેલનો યોજવાનું કોંગ્રેસનું મેગા આયોજન
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને વધુ બેઠકો જીતાડવા માટે કોંગ્રેસે પ્રિયંકાને પોતાની તમામ તાકાત લગાવી દેવા માટેની સૂચના આપી છે. તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં ગત લોકસભાની ચૂંટણીમાં ભાજપે તમામ 26 બેઠકો જીતી લીધી હતી. આ વખતે પણ કોંગ્રેસની સ્થિતિ કફોડી ના બને તે માટે પ્રિયંકા ગાંધીને ગુજરાતમાં મોકલાશે.
Trending Photos
ગૌરવ પટેલ/અમદાવાદ: ગુજરાતમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાનારી છે, તેનું કાઉનડાઉન શરૂ થઈ ગયું છે. દરેક પાર્ટીના દિગ્ગજ નેતાઓ હવે ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે અને મતદારો વચ્ચે જઈને તેમણે લોભાવવાની કોશિશ કરી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંતમાં યોજાશે તે પહેલા કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી ગુજરાતનો પ્રવાસ કરશે તેવા વાવડ મળી રહ્યા છે. મીશન 2022 માટે પ્રિયંકા ગાંધી મે મહિનાના અંતમાં ગુજરાત પ્રવાસે આવી શકે છે.
આ વિશે જાણવા મળી રહ્યું છે કે, મધ્ય ગુજરાતમાં પ્રિયંકા ગાંધી મહિલા સંમેલનને સંબોધશે. આણંદ અને ખેડા જિલ્લાની સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલી મહિલાઓનું સંમેલન યોજાશે. ગુજરાત કોંગ્રેસ દ્વારા મહિલા સમેલન અંગેની તૈયારીઓ શરૂ કરાઇ છે. સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલી 20 હજારથી વધુ મહિલાઓનું સંમેલન યોજવાની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે ગુજરાતના ચાર ઝોનમાં અલગ અલગ સંમેલનો યોજવાનું કોંગ્રેસનુ આયોજન છે. આ વખતે ભાજપને હરાવવા માટે કોંગ્રેસે પોતાના સ્ટાર પ્રચારક અને યુવાનોમાં લોકપ્રિય બનેલા પ્રિયંકા ગાંધીને ગુજરાતમાં મોટી જવાબદારી સોંપી શકે છે.
GTUમાં સ્પર્ધાત્મક પરીક્ષા માટેની ટ્રેનિંગ યોજાઈ, વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરાવી લેજો, નહીં તો પસ્તાશો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને વધુ બેઠકો જીતાડવા માટે કોંગ્રેસે પ્રિયંકાને પોતાની તમામ તાકાત લગાવી દેવા માટેની સૂચના આપી છે. તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં ગત લોકસભાની ચૂંટણીમાં ભાજપે તમામ 26 બેઠકો જીતી લીધી હતી. આ વખતે પણ કોંગ્રેસની સ્થિતિ કફોડી ના બને તે માટે પ્રિયંકા ગાંધીને ગુજરાતમાં મોકલાશે.
સૂત્રો કહે છે કે પ્રિયંકા ગાંધી આગામી દિવસોમાં એટલે કે મે મહિનાના અંતમાં મધ્ય ગુજરાતમાં આવશે અને પ્રદેશના નેતાઓ અને આગેવાનો સાથે ચર્ચા કરશે તેમજ ભાજપ સામે કઈ રીતે જીતી શકાય તેનું માર્ગદર્શન આપશે. ઉપરાંત કયા જિલ્લામાં અને કયા વિસ્તારોમાં કોંગ્રેસની સ્થિતિ નબળી છે તેની વિગતો મેળવશે અને ત્યારબાદ ભાજપના મજબૂત ગણાતા કેટલાક વિસ્તારોમાં જાહેર સભા પણ યોજાશે. પ્રિયંકા ગાંધી ગુજરાતમાં આવે તે માટેનું આયોજન હાથ ધરાઇ રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે