ગૃહિણીઓ બજેટ બનાવે તે પહેલા જ પડ્યો માર, શાકભાજી અને ખાદ્યતેલના ભાવમાં મોટો વધારો
હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે. ચોમાસાની સિઝનમાં વેલાવાળા શાકભાજી મોટા પ્રમાણમાં થતા હોય છે. એવામાં શાકભાજી અને ખાદ્ય તેલના ભાવ વધારાને કારણે ગૃહિણીઓની ચિંતા વધી ગઈ છે
ઝી બ્યુરો, અમદાવાદ: મહિનાના પહેલા જ દિવસે ગૃહિણીઓ હજુ તો આખા મહિનાનું બજેટ સેટ કરે તે પહેલા જ તેમના બજેટમાં વધુ એક માર પડ્યો છે. મહિનાના પહેલા જ દિવસે શાકભાજી અને ખાદ્ય તેલના ભાવ વધારાએ ગૃહિણીઓની ચિંતા વધારી દીધી છે. ગૃહિણીઓને ચિંતા સતાવી રહી છે કે આખા મહિનાનું બજેટ કેમ સેટ કરવું? શું કરવું? શું ના કરવું? હજી તો માંડ ઘરમાં પૈસા આવ્યા છે. એવામાં મોંઘા શાકભાજી અને ખાદ્ય તેલના વધુ રૂપિયા ચૂકવવા પડશે તે જાણીને ગૃહિણીઓ ચિંતામાં મૂકાઈ છે.
હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે. ચોમાસાની સિઝનમાં વેલાવાળા શાકભાજી મોટા પ્રમાણમાં થતા હોય છે. એવામાં શાકભાજી અને ખાદ્ય તેલના ભાવ વધારાને કારણે ગૃહિણીઓની ચિંતા વધી ગઈ છે. કેમ કે ભાવ વધારાના કારણે ગૃહિણીઓનું બજેટ બનાવતા પહેલા જ બજેટ ખોરવાશે. તો બીજી તરફ રક્ષાબંધન, સાતમ આઠમ જેવા તહેવારો નજીક આવી રહ્યા છે. ત્યારે તહેવારોમાં ઘરમાં મહેમાનોની અવરજવર રહેતી હોય છે. એવામાં શાકભાજીમાં ભાવ વધારો થયો છે. શાકભાજીમાં 30 થી 40 રૂપિયાનો વધારો થતાં લોકોને ભારે હાલાકી પડી રહી છે. ચોળીના એક કિલોનો ભાવ 140 રૂપિયા થયો છે. તો વટાણાનો ભાવ 100 રૂપિયાની જગ્યાએ 160 રૂપિયા થયો છે.
ગુજરાતમાં અહીં નથી આજે એકપણ કોરોના કેસ, આ જિલ્લાઓ થઈ જાઓ સાવધાન
વેલાવાળા શાકભાજીમાં ભાવ વધારાથી મધ્યમવર્ગીય પરિવાર માટે શાક ખરીદવું થોડું મુશ્કેલ બન્યું છે. તો બીજી તહેવારો નજીક છે તેવા સમયે ફરી એકવાર ખાદ્યાતેલમાં ભાવ વધારો થયો છે. સિંગતેલના ભાવમાં 5 થી 10 રૂપિયાનો વધારો થયો છે. જેથી સિંગતેલનો ડબ્બો 2800 રૂપિયાના પાર પહોંચ્યો છે. જ્યારે પામ તેલના ભાવ પણ એક મહિનામાં 100 રૂપિયાનો વધારો થયો છે. ત્યારે વેપારીઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે, સીંગતેલના ભાવમાં હજુ ભાવ વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે. જો સીંગતેલના ભાવમાં વધારો આવશે તો એની અસર કપાસિયા અને સાઈડ તેલમાં પણ જોવા મળશે. સીંગતેલમાં સતત ભાવ વધારો થવાને કારણે હાલ સીઝનમાં લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવું પડી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube