ઝી ન્યૂઝ/અમદાવાદ: ઘરના ઘરનું સપનું જોતા લોકો માટે ગુજરાત હાઈકોર્ટ તરફથી એક મોટા ખુશખબર મળી રહ્યા છે. જમીન ખરીદી મામલે HCએ મોટો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે લોકો જમીનની કિંમત પર નહીં, માત્ર બાંધકામ ખર્ચ પર જ GST લાગશે. બિલ્ડરો જમીન ખરીદનાર પાસેથી GST ઉઘરાવીને સરકારમાં જમા કરતા હતા. પરંતુ આ મામલે હાઈકોર્ટમાં થયેલી અરજી બાદ ચુકાદો આવી ગયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત હાઇકોર્ટમાં અરજીકર્તાએ સરકાર દ્વારા જમીનની કિંમત 33 ટકા કેવી રીતે નક્કી કરવામાં આવી તે મુદ્દે હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જેને લઇને હાઇકોર્ટે ચુકાદામાં જણાવ્યું હતું કે, જમીનની કિંમત પર નહીં પણ બાંધકામ ખર્ચ પર જ GST લાગશે. હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, બાંધકામના કુલ ખર્ચ પર વસૂલવામાં આવતા GSTમાં જમીનની કિંમતને ગણતરીમાં લઈ શકાશે નહીં. કેસના અરજદારે કહ્યું કાયદાકીય જોગવાઇ પ્રમાણે GST વિભાગ ક્યારેય જમીનની ખરીદ કિંમત પર GSTની વસુલાત ન કરી શકે.


ગુજરાતમાં ભ્રષ્ટાચાર વધ્યો, બાળકોને ભણવાના પાઠ્યપુસ્તક માટે પેપરની ખરીદીમાં પણ કરોડોનો ભ્રષ્ટાચાર


હાઇકોર્ટે અરજદારની અરજી પર ચુકાદો આપતા જણાવ્યું છે કે સરકાર દ્વારા 33 ટકા જમીનની કિંમત ગણી GSTમાં મુક્તિ અયોગ્ય છે. કરદાતા પાસે જમીનની કિંમતનો વિકલ્પ રહ્યો છે એટલે કે કોઇ પણ જમીનની કિંમત ટોટલ રકમના 33 ટકા ગણી શકાય નહીં. જ્યા જમીનની કિંમત અલગ દર્શાવવામાં આવી હોય તો માત્ર બાંધકામ ખર્ચ પર જ GST વસુલી શકાશે.


PM મોદી ફરી આવશે ગુજરાતના પ્રવાસેઃ જાણો કઈ તારીખે આવશે અને શું છે તેમનો સંભવિત કાર્યક્રમ?


જાણો શું છે સમગ્ર વિવાદ
નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી જમીન વેચાણ પર GST લાગું પડે કે નહીં તેને લઇને ગેરસમજ પ્રવર્તી હતી. જેણા કારણે ઘરના ઘરનું સપનું જોતા લોકો માટે ઘર ખરીદવું દુષ્વાર બન્યું હતું. GSTના ડરથી બિલ્ડરો પણ જમીન ખરીદનાર વ્યક્તિ પાસેથી 12 ટકા અને 5 ટકાના દરે GST ઉઘરાવીને સરકારમાં જમાં કરાવતા હતા. 


કેન્દ્ર સરકારે બિલ્ડર પોતાની સ્કીમનું વેચાણ કરે ત્યારે જમીનની કિંમત 33 ટકા ગણી બાકીની રકમ ઉપર એટલે કે 66 ટકા ઉપર GST લાગે તેવો પરિપત્ર જાહેર કર્યો હતો. જેને લઇને એક અરજીકર્તાએ GSTના પરિપત્રને ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube